Last Updated on by Sampurna Samachar
હુમલા દરમિયાન આસપાસ વાહનો પસાર થતા જોવા મળ્યા
ઇરાને બદલો લેવાનું એલાન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇઝરાયેલી વાયુસેનાએ ઇરાનના સૈન્ય ઠેકાણાઓને તબાહ કર્યાના વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. જે વીડિયોમાં ઇરાનની અનેક ઇમારતો સેકન્ડોમાં ધરાશાઇ થતી જોવા મળી છે. આ હુમલામાં ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું પણ મોત થયું છે. ઇરાને અમેરિકા અને ઇઝરાયેલ સામે બદલો લેવાનું એલાન કર્યું છે.

ઇઝરાયેલી વાયુસેના દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં હુમલાની સટીકતા સ્પષ્ટ જોવા મળે છે. ઇમારતો ધડધડ કરીને પડતી દેખાઈ છે. ઇરાની સેનાના મુખ્યાલયને નષ્ટ કર્યા બાદ ઇઝરાયેલી વાયુસેનાએ આ વીડિયો પર પોસ્ટ કર્યો છે. હુમલા દરમિયાન આસપાસ વાહનો પણ જતા જોવા મળે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇરાનને ચેતવણી આપી
ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઇરાનને ભારે નુકસાન થયું છે. ઇરાનના અનેક ટોપ સૈન્ય કમાન્ડરો માર્યા ગયા છે. ઇરાન હવે બદલાની વાત કરી રહ્યું છે. જોકે, આના થોડી જ વાર બાદ ઇઝરાયેલે તેહરાનના અનેક વિસ્તારોમાં જોરદાર હુમલો કર્યો છે. ઇરાને પણ ઇઝરાયેલ ઉપરાંત બહેરીન અને યુએઈમાં હુમલા કર્યા છે. શારજાહમાં પણ અનેક બ્લાસ્ટના અવાજ સંભળાયા છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇરાનની જનતાને સંબોધીને કહ્યું કે, “આજે તો ક્યારેય નહીં”. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇરાનને ચેતવણી આપી છે કે, જો તેહરાને કોઈ ખોટો ર્નિણય લીધો તો અમેરિકા એવો હુમલો કરશે જે ક્યારેય થયો નથી.