Last Updated on by Sampurna Samachar
કાશ્મીર એકતા દિવસ નિમિત્તે હમાસની હાજરીને ચિંતા કરી વ્યક્ત
ભારત સાથે કરી ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલે હમાસ અંગે ભારત પાસે માંગ કરી છે. તેની માંગ એ છે કે ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ. આ માટે ઈઝરાયલ ભારત પર પણ દબાણ લાવી રહ્યું છે. તેણે તાજેતરમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં કાશ્મીર એકતા દિવસ નિમિત્તે હમાસની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
હમાસના નેતા POK ની મુલાકાતે ગયા અને તે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના સભ્યો સાથે જોવા મળ્યા હતા. ઈઝરાયલે આ મુદ્દા પર ભારત સાથે ચર્ચા કરી છે.
ભારત પણ હમાસ પર પ્રતિબંધ મૂકશે
ભારતે હંમેશા આતંકવાદના મુદ્દા પર ઈઝરાયલનું સમર્થન કર્યું છે. ભારતે (BHARAT) સાતમી ઑક્ટોબર ૨૦૨૩ના રોજ ઈઝરાયલ પર થયેલા હુમલાની પણ કડક નિંદા કરી હતી, જોકે ભારત દ્વારા હમાસને હજુ સુધી સત્તાવાર રીતે આતંકી સંગઠન તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યો નથી. યુરોપિયન યુનિયન અને અમેરિકા સહિત ઘણાં દેશોએ પહેલાથી જ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે.
ઉલ્લખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં ઈઝરાયલે ૨૦૦૮ના મુંબઈ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂક્યો. આ ઉપરાંત ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આશા વ્યક્ત કરી હતી કે ભારત પણ હમાસ પર પ્રતિબંધ મૂકશે. હમાસ પર ભારત દ્વારા પ્રતિબંધ અંગે ભારતીય સંસદમાં ઘણી વખત પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા છે.