Last Updated on by Sampurna Samachar
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કુલ સાત સાક્ષીઓએ જુબાની આપી
કારના બોનેટ પર લોકોને ઘસડીને કાર હંકારી હોવાની રજૂઆત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં રફતારના રાક્ષસ તથ્ય પટેલ દ્વારા નિર્દોષ લોકો પર જેગુઆર કાર ચડાવી સર્જેલા અકસ્માત કેસમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં આરોપી તથ્ય સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. તેણે તથ્યની કાર સ્પીડમાં હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદમાં રફતારના રાક્ષસ તથ્ય પટેલ દ્વારા નિર્દોષ લોકો પર જેગુઆર કાર ચડાવીને સર્જેલા અકસ્માત કેસમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં આરોપી તથ્ય સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. તેણે તથ્યની કાર સ્પીડમાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કારના બોનેટ પર લોકોને ઘસડીને કાર હંકારી હોવાની પણ રજૂઆત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં સાતથી વધુ સાક્ષીઓએ જુબાની આપી છે. તથ્યના પિતાએ ઘટના સ્થળે કરેલી બબાલ અંગે પણ જુબાની આપવામાં આવી છે.
IPC ૩૦૪ અને ૩૦૮ કલમો દૂર કરવા હાઇકોર્ટે ઇનકાર કર્યો
ગત ડિસેમ્બરમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી ઉપર હાઇકોર્ટ તરફથી બે વર્ષે ચુકાદો આવ્યો હતો. IPC ૩૦૪ અને ૩૦૮ કલમો દૂર કરવા હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. અપરાધ મનુષ્ય વધને લગતી કલમોમાં તથ્યને મુક્તિ આપવા હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. આ કલમ અંતર્ગત તથ્યને ૧૦ વર્ષની કેદ થઈ શકે છે. ઇસ્કોન બ્રિજ પર થયેલા આ ભયાનક અકસ્માતમાં કુલ ૯ લોકોના મોત થયા હતા, જેને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કેસને લઈ લોકોમાં ન્યાયની અપેક્ષા સાથે કોર્ટની કાર્યવાહી પર તમામની નજર મંડાયેલી છે.