Last Updated on by Sampurna Samachar
ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઇટમાં મારામારીની ઘટના
સમગ્ર લડાઇનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યુ જર્સીમાં રહેતા ૨૧ વર્ષીય ઇશાન શર્માની ફ્લાઇટમાં મારામારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ફિલાડેલ્ફિયાથી મિયામી જતી ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઇટમાં બની હતી. ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ, ઇશાને તેની બાજુમાં બેઠેલા કીનુ ઇવાન્સ નામના વ્યક્તિ પર કોઈ કારણ વગર હુમલો કર્યો હતો. મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા પછી, ઇશાનને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. તેની સામે હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, ફ્લાઇટમાં જ ઇશાન અને કીનુ વચ્ચે ઝઘડો થયો હતો. આ લડાઈમાં, ઇશાનની આંખ સોજી ગઈ અને તેની નેણ ઉપર એક ઈજા પણ થઈ હતી. આ ઉપરાંત, કીનુના ચહેરા પર પણ ઈજા થઈ હતી. આ આખી લડાઈનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મુસાફર બૂમો પાડતો જોવા મળે છે – “તેને જવા દો, તેને છોડી દો,” જ્યારે ક્રૂ મેમ્બર કહી રહ્યા હતા કે, “સાહેબ, તમારે બેસવું પડશે.”
પોલીસ આવી તેને હથકડી પહેરાવી ગઇ
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વિમાનની અંદર મારામારી થઈ રહી છે. ઇવાન્સે કહ્યું કે, “તે સમયે કાં તો હું પોતાને બચાવવાનો પ્રયાસ કરતો અથવા અન્ય કંઈ કરતો જોકે, મેં મારી જાતને બચાવી.” ઝઘડા પછી, ઇશાન તેની સીટ પર પાછો ફર્યો અને વિચિત્ર રીતે હસવા લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, તેણે તેના લોહીથી લથપથ ચહેરા સાથે સેલ્ફી પણ લીધી હતી. બાદમાં પોલીસ આવી અને તેને હાથકડી પહેરાવી અને વિમાનમાંથી ઉતારી લીધો હતો.
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, ઇશાનને પહેલા જેક્સન વેસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો અને પછી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યાં ઇશાનના વકીલ રેની ગોર્ડને કહ્યું કે, તેનો ક્લાયન્ટ એક એવા ધર્મ સાથે સંકળાયેલો છે, જેમાં તે ધ્યાન કરી રહ્યો હતો. તેણે દાવો કર્યો કે, પાછળ બેઠેલા મુસાફરને ધ્યાન પસંદ નહોતું, તેથી જ ઝઘડો થયો હતો.
કોર્ટમાં, ન્યાયાધીશ ગેરાલ્ડ હબર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે ઇશાનના જામીન ઇં૫૦૦ નક્કી કર્યા અને સ્ટે-અવે ઓર્ડર જારી કર્યો હતો. આ મુજબ, ઇશાન હવે કીનુ ઇવાન્સ સાથે સંપર્કમાં આવી શકશે નહીં, ન તો તે તેની શાળા કે, ઓફિસની નજીક જઈ શકશે. કીનુ ઇવાન્સે મીડિયા સાથે વાતમાં કહ્યું કે, “હું નથી ઇચ્છતો કે લોકો મને ખોટો સમજે. હું એક સારો વ્યક્તિ છું. મેં તાજેતરમાં જ બાપ્તિસ્મા લીધું છે. મને એકમાત્ર અફસોસ એ છે કે, મેં ક્રૂને તેમની સીટ બદલવા માટે આગ્રહ ન કર્યો.”
કીનુ ઇવાન્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઇશાન કોઈ કારણ વગર વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. તે અચાનક વિચિત્ર રીતે હસવા લાગ્યો અને ધમકી આપવા લાગ્યો હતો. ઇવાન્સે કહ્યું કે, “તે કહી રહ્યો હતો- ‘હા હા હા, તું એક સામાન્ય વ્યક્તિ છે. જો તું મારી સાથે ટકરાઈશ, તો તારે મરવું પડશે’.
ઇવાન્સે કહ્યું કે, જ્યારે ઇશાનનું વર્તન વધુ વિચિત્ર બન્યું, ત્યારે તેણે ફ્લાઇટ ક્રૂને જાણ કરી હતી. ક્રૂએ કહ્યું કે, જાે આવું ફરીથી થાય, તો હેલ્પ બટન દબાવજો. થોડા સમય પછી, ઇશાન ફરીથી તેની સામે આવ્યો અને તે ઇવાન્સની મોઢા પાસે આવીને તેને ડરાવવા લાગ્યો હતો. પછી તેણે ઇવાન્સનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યું હતું.
ઇવાન્સે કહ્યું કે, “તે સમયે કાં તો હું પોતાને બચાવવાનો પ્રયાસ કરતો અથવા અન્ય કંઈ કરતોપ જોકે, મેં મારી જાતને બચાવી.” ઝઘડા પછી, ઇશાન તેની સીટ પર પાછો ફર્યો અને વિચિત્ર રીતે હસવા લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, તેણે તેના લોહીથી લથપથ ચહેરા સાથે સેલ્ફી પણ લીધી હતી. બાદમાં પોલીસ આવી અને તેને હાથકડી પહેરાવી અને વિમાનમાંથી ઉતારી લીધો હતો.