ઇશાન કિશને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બહેનનું નિધન, શોકમાં હતો પરિવાર, દીકરાએ જીતાડ્યો દેશને વર્લ્ડ કપ

૫૪ રનની ધમાકેદાર ઇનિંગ રમનાર ઇશાન કિશનના સ્મિતની પાછળ એક ઊંડી પીડા છુપાયેલી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ૫૪ રનની ધમાકેદાર ઇનિંગ રમનાર ઇશાન કિશનના સ્મિતની પાછળ એક ઊંડી પીડા છુપાયેલી હતી. અહેવાલ મુજબ ઇશાનની પિતરાઇ બહેનનું ફાઇનલના બે દિવસ પહેલા એક ભયાનક કાર અકસ્માતમાં નિધન થયું હતું. પરિવારમાં દુ:ખદ ઘટના છતાં ઇશાને પોતાના દેશ પ્રત્યેની પોતાની ફરજને પ્રથમ રાખી અને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.
ઇશાને કહ્યું કે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ ટીમના સાથી હાર્દિક પંડ્યાએ તેને પ્રોત્સાહન આપ્યું અને દેશ માટે રમવા માટે પ્રેરણા આપી. ઈશાન કિશને પત્રકારોને જણાવ્યું, સાચું કહું તો, મારી પિતરાઈ બહેનનું મેચના બે દિવસ પહેલા કાર અકસ્માતમાં નિધન થયું. મેં તેના માટે સારું રમવાનો પ્રયાસ કર્યો. મેં હાર્દિક ભાઈ સાથે વાત કરી, અને તેણે ટીમને પ્રથમ સ્થાન આપવાનું કહ્યું. હું આ જીત સ્વર્ગસ્થ બહેનને સમર્પિત કરું છું.

ઈશાનનો પરિવાર ઘેરા આઘાતમાં ડૂબી ગયો

કારણ કે આજે મહિલા દિવસ પણ છે, તે મારા માટે વધુ ખાસ છે.દુર્ઘટનાના સમાચાર મળતાં જ ઈશાનનો પરિવાર ઘેરા આઘાતમાં ડૂબી ગયો. ઈશાનના પિતા પ્રણવ પાંડેએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, એક આપત્તિ આવી, અમે ખૂબ જ મુશ્કેલીમાં હતા. ઈશાન અમારી પાસે આવવા માંગતો હતો, પરંતુ વર્લ્ડ કપ ફાઇનલની જવાબદારીને કારણે તે આવી શક્યો નહીં.
તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. આ દુર્ઘટનાને કારણે ઈશાનના પિતા પણ ફાઇનલ જોવા માટે અમદાવાદ પહોંચી શક્યા નહોતા. પરંતુ દીકરાએ ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તેનાથી તેઓ ખુશ છે.
ભારે માનસિક દબાણ અને દુ:ખ છતાં જ્યારે ઇશાન નંબર ૩ પર બેટિંગ કરવા આવ્યો, ત્યારે તેણે એ જ ર્નિભયતા દર્શાવી જેના માટે તે જાણીતો છે.
તેણે માત્ર ૨૫ બોલમાં ૫૪ રનની શાનદાર ઇનિંગ રમી. પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી, ઇશાને પોતાનું બેટ આકાશ તરફ બેટ કરી સ્વર્ગસ્થ બહેનને શ્રદ્ધાંજલિ આપી હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.