Last Updated on by Sampurna Samachar
ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકનું મોત થતું હોવાના UNRWA નો રીપોર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હજું સમાપ્ત નથી થયું. ત્યાંની સ્થિતિ દિવસેને-દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ઈઝરાયેલે ગાઝાને ખંડેર બનાવી દીધુ છે. ત્યારે આ વચ્ચે ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન શરણાર્થીઓ અંગે UNRWA (યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી) એ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકનું મોત થાય છે, ત્યાં બાળકો માટે કોઈ જગ્યા નથી.
ગાઝામાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૪,૫૦૦ બાળકોના મોત થઈ ગયા છે. દર કલાકે એક બાળક મૃત્યુ પામે છે. આ સંખ્યાઓ નથી. UNRWA એ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે, આ જિંદગીઓ ખતમ થઈ રહી છે. બાળકોની હત્યાને યોગ્ય ન ઠેરવી શકાય. જેઓ બચી જાય છે તેઓ શારીરિક અને ભાવનાત્મક રીતે ઘાયલ થાય છે. ગાઝામાં બાળકોને યોગ્ય શિક્ષણ પણ નથી મળતું, આ બાળકો માટે દર કલાકે ઘડિયાળ ટિક કરી રહી છે, તેઓ પોતાનું જીવન અને ભવિષ્ય ગુમાવી રહ્યા છે.
૭ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયલ દક્ષિણ ઈઝરાયલની સરહદથી હમાસના હુમલાનો બદલો લેવા જવાબી કાર્યવાહી કરવા માટે ગાઝામાં હમાસ વિરુદ્ધ મોટા પાયે હુમલો કરી રહ્યું છે. જેમાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૨૫૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ ગાઝા સ્થિત સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલાથી મૃત્યુ પાનેલા પેલેસ્ટાઈનોની સંખ્યા ૪૫,૩૩૮ પર પહોંચી ગઈ છે. સોમવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ સમજૂતી અંગે પણ વાત કરી હતી.
યુદ્ધવિરામ સમજૂતી પર શું બોલ્યા નેતન્યાહુ ?
– હમાસ સાથે બંધકો માટે યુદ્ધવિરામના સમજૂતીને સુરક્ષિત કરવાના પ્રયાસોમાં વધારો થયો.
– સમજૂતી સુધી પહોંચવાની સમયમર્યાદા હજુ બાકી છે
– મને નથી ખબર તેમાં કેટલો સમય લાગશે.