Last Updated on by Sampurna Samachar
9000 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત
ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પકડવા માટે ૪૪૩ બ્રેથ એનાલાઈઝર ગોઠવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવા વર્ષના ઉજવણી પ્રસંગે અમદાવાદ શહેરમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક અને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં ૯ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૬૩ સુરક્ષા પોઈન્ટ અને ૧૪ નવી ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી છે.

૩૧મી ડિસેમ્બરની રાત્રે શહેરમાં ડ્રગ્સ અને દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પકડવા માટે ૪૪૩ બ્રેથ એનાલાઈઝર અને પૂરઝડપે વાહન ચલાવનારાઓ માટે ૨૯ સ્પીડ ગન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.
CG રોડ અને SG હાઈવે ,સિંધુ ભવન રોડ પર વાહનોનો પ્રતિબંધ
સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ૨૫૬૦ બોડી વોર્ન કેમેરા અને હાઈટેક સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત રહેશે. મહિલાઓની સુરક્ષા માટે ૭૧ જેટલી SHE ટીમો સાદા કપડાંમાં પેટ્રોલિંગ કરશે, જેથી છેડતી કરનારા તત્વોને તાત્કાલિક ઝડપી શકાય.
આ ઉપરાંત, ટ્રાફિકના નિયમન માટે સાંજે ૬ વાગ્યાથી રાત્રિના ૩ વાગ્યા સુધી સિંધુ ભવન રોડ, CG રોડ અને SG હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં પર પ્રતિબંધ પર પ્રતિબંધ અને રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પોલીસના આ કડક એક્શન પ્લાનનો મુખ્ય હેતુ શહેરીજનો સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.