Last Updated on by Sampurna Samachar
અમે કોઈપણ દબાણ હેઠળ નમીને વાતચીત કરવા માટે તૈયાર નથી
ઈરાને હવે જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. ઈરાને અમેરિકા અનેઈઝરાયલને કડક સંદેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈપણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઈનકાર કરીદીધો છે. ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે, યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામર્નિણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકારક્ષેત્રમાં આવે છે અને હાલમાં આવી કોઈ પરવાનગી આપવામાંઆવી નથી.

આટલું જ નહીં, ઈરાને હવે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સવસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વધ્યો છે.
દબાણ હેઠળ નમીને વાતચીત કરવા તૈયાર નથી
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ જવાથી વૈશ્વિક ઓઇલ પુરવઠા પર માઠી અસર પડીછે. ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવતા દુનિયાભરની અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો છવાયાછે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ વોશિંગ્ટન સાથેના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંદેશા વ્યવહારના તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઈરાનનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈપણ દબાણ હેઠળ નમીને વાતચીત કરવા તૈયાર નથી.
બીજી તરફ, અમેરિકાએ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએચેતવણી આપી છે કે ઈરાને કાં તો આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું પડશે, અન્યથા અમેરિકા સમર્થિતગઠબંધન આ દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવાની ખાતરી કરશે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ આજળમાર્ગની સુરક્ષા માટે સૈન્ય તૈયારીઓનો સંકેત આપ્યો છે.
આ દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક મહત્ત્વનુંનિવેદન આપતા કહ્યું છે કે, અમેરિકા બે–ત્રણ અઠવાડિયામાં આ સંઘર્ષમાંથી બહાર નીકળી શકે છે અને યુદ્ધસમાપ્ત કરવા માટે ઈરાનને કોઈ સમજૂતીની જરૂર નથી. અમેરિકાના હટ્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ સાથે તેનેકોઈ લેવાદેવા રહેશે નહીં.