ઈરાનનું ભારત અંગે મોટું નિવેદન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, તમામ ભારતીયો સુરક્ષિત છે

મેસેજ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમેરિકાઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને ભારતીયોની સુરક્ષાને લઈને એક મોટો મેસેજ આપ્યો છે. ભારતમાં ઈરાની પ્રતિનિધિએ કહ્યું કે, અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, તમામ ભારતીયો સુરક્ષિતછે. ભારત સરકારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેસેજ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાંછેલ્લા એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે.

અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતાં ૨૮ફેબ્રુઆરીએ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાની સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અન્ય નેતાઓનામોત થઈ ગયા હતા. યુદ્ધની શરૂઆત બાદ ઈરાને પણ જવાબી હુમલો કરતાં મિડલ ઈસ્ટમાં સ્થિત ઘણા અન્ય દેશો પર હુમલો કર્યો છે. ઈરાને સાઉદી અરેબિયા, કતાર, બહેરીન અને અન્ય દેશોમાં સ્થિત અમેરિકન લશ્કરી ઠેકાણાને નિશાન બનાવ્યા છે.

ભારતીયોની સુરક્ષા પણ ચિંતાનો વિષય બની

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ આજે દુનિયાના સૌથી મોટા અને ખતરનાકમુદ્દાઓમાંથી એક બની ગયું છે. અમેરિકા અને ઈઝરાયલનું કહેવું છે કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેથી અમે ઈરાન પર હુમલો કર્યો છે, જ્યારે ઈરાન વારંવાર કહેતું રહ્યું છે કે, અમારો કાર્યક્રમ માત્ર વીજળી અને બીજા શાંતિપૂર્ણ કામો માટે છે. મુદ્દે વર્ષોથી તણાવ ચાલી રહ્યો હતો, જે હવે સીધો યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે.

અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન પોતાના સહયોગી જૂથોનો પણ ઉપયોગ કરી રહ્યું છે, જેમ કે લેબેનૉનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથીઓ ઈરાનને મદદ કરી રહ્યા છે. યુદ્ધની રીત પણ બદલાઈ ગઈ છે. આમાં હવાઈ હુમલા, મિસાઇલ અને ડ્રોન હુમલા, સાયબર હુમલા થઈ રહ્યા છે અને દરિયાઈ માર્ગો પર પણ જોખમ વધી ગયું છે.

આમાં હોર્મુઝ સ્ટ્રેટ સૌથી ગંભીર મુદ્દો છે, જે ક્રૂડ ઓઇલ માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગછે. જો  કે હજુ સુધી જમીની સ્તર પર યુદ્ધ નથી શરૂ થયું, પરંતુ તેનો ખતરો યથાવત્ છે. અમેરિકા સતતસૈનિકોને મિડલ ઈસ્ટમાં મોકલી રહ્યું છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઓઇલ અને ગેસ મિડલઈસ્ટમાંથી આવે છે, તેથી જેમ જેમ યુદ્ધ વધે છે, તેમતેમ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, જેની સીધી અસર પેટ્રોલઅને ડીઝલના ભાવ પર પડે છે.

ભારત પર પણ યુદ્ધની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારત પોતાની ઓઇલની જરૂરિયાતનો મોટો હિસ્સોવિદેશોમાંથી ખરીદે છે, તેથી ઓઇલના ભાવ વધવાની સાથે અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયાછે. ઉપરાંત ખાડી દેશોમાં કામ કરતાં લાખો ભારતીયોની સુરક્ષા પણ ચિંતાનો વિષય બની ગયો છે.

વિદેશ મંત્રાલય(સ્ઈછ) સોમવારે (૩૦ માર્ચ, ૨૦૨૬) અહેવાલ આપ્યો હતો કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધવચ્ચે અત્યાર સુધીમાં ભારતીયોના મોત થયા છે અને એક ગુમ છે. યુએસ સ્થિત માનવાધિકાર સંગઠનના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ,૪૬૧ લોકોનો મોત થઈ ચૂક્યા છે, જેમાં ,૫૫૧ નાગરિકોઅને ઓછામાં ઓછા ૨૩૬ બાળકો સામેલ છે.

ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રોસ અને રેડ ક્રેસેન્ટસોસાયટીઝનું કહેવું છે કે ઓછામાં ઓછા ,૯૦૦ લોકો માર્યા ગયા છે અને લગભગ ૨૦,૦૦૦ લોકો ઘાયલથયા છે. લેબેનૉનમાં માર્ચથી શરૂ થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૨૪ બાળકો સહિત ,૨૩૮ લોકોમાર્યા ગયા છે. ઉપરાંત ૪૦૦થી વધુ હિઝબુલ્લાહ લડવૈયાઓ અને લેબેનૉનની સેનાના સૈનિકો માર્યા ગયાછે. ઈરાનમાં પણ પરિસ્થિતિ ભયાનક છે, ત્યાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. ઈરાન અને લેબેનૉનથીછોડવામાં આવેલી મિસાઇલોને કારણે ઈઝરાયલમાં ૧૯ લોકો માર્યા ગયા છે, જ્યારે સૈનિકો પણ માર્યા ગયાછે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.