Last Updated on by Sampurna Samachar
ઈરાને અમેરિકાનું અત્યાધુનિક F-૩૫ ફાઈટર જેટ તોડી પાડ્યુ
આ ઘટના પશ્ચિમી ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતની આજુબાજુ થઈ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ઈરાનના આકાશમાં અમેરિકાના સૌથી આધુનિક લડાકુ વિમાન F-૩૫ને તોડી નાખવાનો દાવો કર્યો હતો. તેના થોડા કલાક બાદ દાવો કર્યો છે કે આ ફાઈટર જેટના પાયલટને પણજીવતો કેપ્ચર કરી લીધો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હિટ થયેલા વિમાનથી ઈજેક્ટ થયાબાદ અમેરિકી પાયલટને ઈરાની સેનાએ પકડી લીધો છે.

જો આ દાવામાં થોડી પણ સચ્ચાઈ છે તો આઅમેરિકા અને ઈઝરાયેલ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો સાબિત થઈ શકે છે.ઈરાનની ન્યૂઝ એજન્સી તસનિમના જણાવ્યા અનુસાર, આ ઘટના પશ્ચિમી ઈરાનના કોહગિલુયેહ અનેબોયર-અહમદ પ્રાંતની આજુબાજુ થઈ છે.
પાયલટે ખુદને બચાવવા માટે ઈજેક્ટ કર્યું
રિપોર્ટમાં જણાવ્યું છે કે જેવું એડવાન્સ સિસ્ટમે અમેરિકી ફાઈટર જેટ F-૩૫ને ટાર્ગેટ બનાવી, પાયલટે ખુદને બચાવવા માટે ઈજેક્ટ કર્યું અને ઈરાની જમીન પર લેન્ડ કર્યું. ત્યાર બાદ તે ભાગવા લાગ્યો. અમેરિકી સેનાએ પોતાના પાયલટને ઈરાનની સરહદમાંથી સુરક્ષિત બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ પહેલા ઈરાની સેનાએ તેની ધરપકડ કરી લીધી.
અત્યાર સુધી ઈરાની સેના અથવા સરકાર તરફથી આ પાયલટને કેપ્ચર કરવાની કોઈ જાહેરાત નથી થઈ, પણ જો હકીકતમાં અમેરિકી પાયલટ પકડાયો છે તો આ ટ્રમ્પ માટે બહુ મોટી હાર સાબિત થઈ શકે છે, કેમ કે હવે ઈરાન તેને લેવરેજ બનાવી પીસ ટોકમાં પોતાની શરતો મનાવી શકે છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિમાન ફેમસ લેકનહીથ સ્ક્વોડ્રનનો ભાગ હતું. જે અમેરિકાની સૌથી ઘાતકહવાઈ તાકાતોમાંથી એક માનવામાં આવે છે. F-૩૫ અમેરિકાનું એ વિમાન છે, જેને અજેય માનવામાં આવતું હતું. દાવો કર્યો કે આ બીજું F-૩૫ છે, જેને હિટ કરવામાં આવ્યું છે. કહેવું છે કે ઘુસણખોરી કરનારાનું આ વિમાન ખતમ થઈ ગયું છે.