Last Updated on by Sampurna Samachar
ગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી સારા રિઝવી
હાલમાં કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં DIG એડમિનિસ્ટ્રેશન તરીકે પોસ્ટેડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી, સારા રિઝવી, બે વર્ષ માટે આંતર-રાજ્ય કેડર ડેપ્યુટેશન પર રહેશે. કેન્દ્ર સરકારે તેમના કેડર ડેપ્યુટેશનને બે વર્ષ માટે લંબાવ્યું છે. રિઝવી હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં ખૂબ જ મહત્વપૂર્ણ પદ ધરાવે છે.

કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના IPS અધિકારી સારા રિઝવીના આંતર-રાજ્ય ડેપ્યુટેશનને બે વર્ષ માટે લંબાવ્યું છે. સારા રિઝવી ૨૦૦૮ બેચના IPS અધિકારી છે, તેમનું કેડર ગુજરાત છે. તેઓ હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં DIG એડમિનિસ્ટ્રેશન તરીકે પોસ્ટેડ છે.
ઓક્ટોબર ૨૦૨૨ માં જમ્મુ અને કાશ્મીર ગયા
મુંબઈમાં જન્મેલા સારા રિઝવીને શરૂઆતમાં અંગત કારણોસર ગુજરાત થી જમ્મુ અને કાશ્મીરમાં ઇન્ટર-કેડર ડેપ્યુટેશન પર મોકલવામાં આવી હતી. સરકારે હવે આ સમયગાળો બે વર્ષ માટે લંબાવ્યો છે. તેમને મૂળ ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન સોંપવામાં આવ્યું હતું. તેઓ ઓક્ટોબર ૨૦૨૨ માં જમ્મુ અને કાશ્મીર ગયા.
વાત કરીએ તો સારા રિઝવી એક અનોખો રેકોર્ડ ધરાવે છે. તેઓ ગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી છે. UPSC પરીક્ષાની તૈયારી માટે તેણીએ ઉર્દૂ માધ્યમનો ઉપયોગ કર્યો હતો અને MESCO તરફથી તેમને ટેકો મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સારા રિઝવીએ મુંબઈથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે. તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતી હતી, પરંતુ ડૉ. કે.એમ. આરિફના એક વ્યાખ્યાનથી તેણીનું જીવન બદલાઈ ગયું. ડૉ. કે.એમ. આરિફના વ્યાખ્યાનથી તેણી એટલી પ્રભાવિત થઈ કે તેણીએ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું.
તેઓ બે પ્રયાસમાં સિવિલ સર્વિસીસમાં પસંદગી પામ્યા. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત, સારા રિઝવીએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર-રિયાસીના DIG તરીકે સેવા આપી હતી. તેણીએ DIG જમ્મુ અને DIG જમ્મુ આર્મ્ડનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળી ચૂકેલા સારા રિઝવીએ ૨૦૦૮ માં મુન્નાવર ખાન સાથે લગ્ન કર્યા. તે તે સમયે RPF માં તાલીમાર્થી સહાયક સુરક્ષા કમિશનર હતા. સારા રિઝવીએ IPS બન્યા પછી ગુજરાતમાં સેવા આપી છે. તેમનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં હતું અને બાદમાં તેમને રાજકોટના ગોંડલમાં મોકલવામાં આવ્યા હતા.
IPS અધિકારી બન્યા બાદ સારા રિઝવીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમને આ કામ ખૂબ ગમે છે અને તેઓ ક્યારેય તેનાથી કંટાળતી નથી. તેઓને એક મહિલા અધિકારી હોવાનો ગર્વ છે અને તે પોલીસ દળ પ્રત્યે લોકોની ધારણાઓ બદલવા માંગે છે.
ગોંડલ એક સમયે ગુજરાતમાં ગેંગ વોર માટે પ્રખ્યાત હતું. આવામાં તેમને ગોંડલની ASP તરીકેની કમાન સોંપવામાં આવી. મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા સારા રિઝવીના પિતા અફઝલ અહેમદ વિજ્ઞાન સ્નાતક છે. તેમના માતા નિગાર રિઝવી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. સારાના ભાઈ સિવિલ એન્જિનિયર છે અને તેની બહેન સમીરા કમ્પ્યુટર સ્નાતક છે. તેઓ દુબઈમાં રહે છે.