Last Updated on by Sampurna Samachar
ડેનમાર્ક નંબર વન પર યથાવત જ્યાં ઓછામાં ઓછો છે ભ્રષ્ટ્રાચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો છે. જ્યાં દેખી શકીએ છે કે ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ ની યાદીમાં તે ૩ સ્થાન ઘટીને ૯૬ માં નંબર પર આવી ગયો છે. ૨૦૨૩માં ભારત ૯૩માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે.
પાડોશી દેશ ચીન ૭૬માં નંબર પર છે. ૨ વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. તે ૧૩૩ મા સ્થાનેથી ૧૩૫ મા સ્થાને આવી ગયો છે. શ્રીલંકા ૧૨૧ મા અને બાંગ્લાદેશ ૧૪૯ મા ક્રમે છે.
ડેનમાર્ક નંબર વન પર યથાવત છે. ત્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે. ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ સુદાન (૧૮૦) સૌથી ભ્રષ્ટ દેશ છે. જાહેર કરાયેલા રેન્કિંગમાં નંબર ૧ પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે અને ૧૮૦ માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.
આ રિપોર્ટમાં ભારતનો સ્કોર ૩૮ રાખવામાં આવ્યો છે. આ સ્કોર ૨૦૨૩ માં ૩૯ અને ૨૦૨૨માં ૪૦ હતો. માત્ર એક નંબરના ઘટાડાને કારણે ભારત ૩ સ્થાન નીચે આવી ગયું છે. વર્ષોથી વૈશ્વિક સરેરાશ ૪૩ રહી છે. જ્યારે બે તૃતીયાંશથી વધુ દેશોએ ૫૦ થી નીચેનો સ્કોર કર્યો છે.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ ૨૦૨૪ ની રેન્કિંગ જાહેર કરી છે. રેન્કિંગ બનાવવા માટે CPI જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે ૧૮૦ દેશો અને પ્રદેશોને રેન્કિંગ આપે છે, જે દેશોને ૦ અને ૧૦૦ ની વચ્ચેનો સ્કોર આપે છે. રેન્કિંગમાં વધુ પોઈન્ટ મેળવનારા દેશો ઓછા ભ્રષ્ટાચારી ગણાય છે, જ્યારે શૂન્ય ગુણ મેળવનારા દેશો સૌથી વધુ ભ્રષ્ટ ગણાય છે.