Last Updated on by Sampurna Samachar
મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમોની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના સાવલીમાં ઈંટોના ભઠ્ઠાના માલિક સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો એવી છે કે વડોદરામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યની ઘટના બનતા ચકચાર મચી છે. ઈંટોના ભઠ્ઠાના માલિક કાલુ પઠાણ અને એનુલ પઠાણે મહિલાને ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં મહિલાને પતિને મારી નાખવાની ધમકી આપી હતી. ભઠ્ઠાના માલિક બે સગા ભાઈઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ કરાઈ છે.
ઈંટોના ભઠ્ઠાના માલિક કાલું શરમ તુલ્લાહ પઠાણ અને એનુલ હસન શરમ તુલ્લાહ નામના ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાને ૨૫ મી ડિસેમ્બરની રાત્રે ૧૧ વાગે ઓફિસમાં બોલાવી એનુલ હશન પઠાણ નામના ઈસમે દુષ્કર્મ આચરીને મહિલાના પતિને માર મારવાની ધમકી આપી હતી. જેથી ભાદરવા પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.