Last Updated on by Sampurna Samachar
કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો
ત્રણેય આરોપીઓ એ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે.બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ તા.૦૯–૦૪–૨૦૨૬ના રોજ સવારે આશરે ૭:૩૦ વાગ્યાના સમયે નાની ભગેડી ગામનીપ્રાથમિક શાળા પાસે રોડ ઉપર આવબનાવ બન્યો હતો.

ફરિયાદી વનરાજભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ. ૩૮, રહે. દાવલી ગામ) પોતાની દીકરીને શાળાએ મૂકવા ગયા હતા ત્યારે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી, જેદરમ્યાન આરોપી સુરેશભાઈ વાલાભાઈ મકવાણા તથા હંસાબેન સુરેશભાઈ મકવાણા દ્વારા ફરિયાદીને ગાળોઆપી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી સુરેશભાઈએ લાકડાના ધોકાથી માથા, હાથ અને પગના ભાગે ઘામારી ઈજા પહોંચાડતા ફરિયાદીના માથામાંથી લોહી નીકળ્યું હતું તેમજ પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચીહતી.
પછી આરોપી નાનજીભાઈ દેવશીભાઈ મકવાણા પણ ઘટનાસ્થળે આવી જોડાયા હતા, અને ત્રણેયઆરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસસ્ટેશનમાં બી.એન.એસ.ની કલમો ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૫૪ તેમજ જી.પી. એક્ટકલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.