Last Updated on by Sampurna Samachar
આદિવાસી સમુદાયના ફરિયાદકર્તા દુર્ગપ્પા આરોપ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ફોસિસના સહ સંસ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન અને પૂર્વ IISC ડાયરેક્ટર બલરામ સહિત ૧૮ લોકો પર SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત મામલો નોંધાયો છે. આ કેસ કર્ણાટકના બેંગલુરુના સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, આ મામલો ૭૧ માં સિટી સિવિલ અને સેશન કોર્ટના નિર્દેશ પર નોંધાયો છે. ફરિયાદકર્તા દુર્ગપ્પા, જે આદિવાસી બવી સમુદાયના છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે.
આ મમાલામાં અન્ય જે લોકોના નામ સામેલ છે, તેમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વારિયર, સંધઅયા વિશ્વસવરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિષી, ચટ્ટોપાધ્યાય,પ્રદીપ ડી સાવકર અને મનોહરન જેવા મોટા નામો સામેલ છે. દુર્ગપ્પા IISC ના સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજીમાં ફેકલ્ટી મેમ્બર હતા.
તેમનો આરોપ છે કે, ૨૦૧૪ માં તેમને એક હની ટ્રેપ કેસમાં ખોટા ફસાવ્યા અને બાદમાં નોકરીમાંથી કાઢી મુક્યા. દુર્ગપ્પાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને જાતિસૂચક શબ્દોથી અપમાનિત કર્યા અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. ફરિયાદકર્તા દુર્ગપ્પાએ ન્યાયની માંગ કરતા કહ્યું કે, તેમને સમુદાય અને વર્ગના આધાર પર ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
ઈન્ફોસિસના સહ સંસ્થાપક ક્રિસ ગોપાણકૃષ્ણન ૨૦૦૭થી ૨૦૧૧ સુધી કંપનીના સીઈઓ અને એમડી રહી ચુક્યા છે. તેમને ૨૦૧૧માં ભારત સરકાર દ્વારા દેસની ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.