Last Updated on by Sampurna Samachar
ખાદ્ય ફુગાવો ઘટીને માઇનસ ૨.૨૮ ટકા
છેલ્લા સાત વર્ષની નિમ્ન સપાટી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સપ્ટેમ્બર, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા રહ્યો છે. જે છેલ્લા સાત વર્ષની નિમ્ન સપાટી છે. જે જૂન, ૨૦૧૭ પછી નોંધવામાં આવેલ સૌથી ઓછો રિટેલ ફુગાવો છે. ઉલ્લ્ખનીય છે કે ઓગસ્ટ, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ૨.૦૭ ટકા નોંધવામાં આવ્યો હતો. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં ફુગીવો વધ્યા પછી સપ્ટેમ્બરમાં ફુગાવામાં મોટા પાયે ઘટાડો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સળંગ દસ મહિના ફુગાવામાં ઘટાડો થયા પછી ઓગસ્ટમાં ફુગાવામાં વધારો જાેવા મળ્યો હતો. સપ્ટેમ્બર, ૨૦૨૫માં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઇ) આધારિત ખાદ્યાન્ન ફુગાવો માઇનસ ૨.૨૮ ટકા રહ્યો છે.
સૌથી ઓછો ફુગાવો ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવ્યો
ખાદ્યાન્ન ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં માઇનસ ૨.૧૭ ટકા અને શહેરી વિસ્તારોમાં માઇનસ ૨.૪૭ ટકા રહ્યો છે. ખાદ્યાન્ન ફુગાવો ડિસેમ્બર, ૨૦૧૮ પછીની સૌથી ઓછો છે. સપ્ટેમ્બરમાં કેરળમાં ફુગાવો સૌૈથી વધુ ૯.૦૫ ટકા નોંધવામાં આવ્યો છે. જે ઓગસ્ટમાં ૯.૦૪ ટકા હતો. ત્યારબાદ સૌથી વધુ ફુગાવો જમ્મુ-કાશ્મીરમાં ૪.૩૮ ટકા, કર્ણાટકમાં ૩.૩૩ ટકા, પંજાબમાં ૩.૦૬ ટકા નોંધવામાં આવ્યો છે.
સૌથી ઓછો ફુગાવો ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૫માં ઉત્તર પ્રદેશમાં ફુગાવો માઇનસ ૦.૬૧ ટકા નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આસામમાં માઇનસ ૦.૫૬ ટકા, બિહારમાં ૦.૫૧ ટકા અને તેલંગણામાં માઇનસ ૦.૧૫ ટકા નોંધવામાં આવ્યો છે.