Last Updated on by Sampurna Samachar
ફ્લાઇટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ ન મળી
ફ્લાઇટમાં સવાર એક પેસેન્જર દ્વારા બોમ્બ હોવાની ધમકી અપાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગનું કારણ ફ્લાઇટમાં સવાર એક પેસેન્જર દ્વારા બોમ્બ હોવાની ધમકી હતી.

મક્કા-મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ટેકઓફ થયા બાદ ફ્લાઇટમાં સવાર એક મુસાફરે અચાનક એવી ધમકી આપી હતી કે “મારી પાસે બોમ્બ છે અને હું ફ્લાઇટ ઉડાવી દઈશ.” પેસેન્જરના આ દાવાને પગલે ફ્લાઇટમાં હાજર ક્રૂ મેમ્બર્સ અને અન્ય મુસાફરોમાં ગભરાહટ ફેલાયો હતો. તુરંત જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.
મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. CISF , ડોગ સ્ક્વોડ ,બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સહિતની ટીમોએ ફ્લાઇટનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. ફ્લાઇટની અંદર અને પેસેન્જરના સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ફ્લાઇટમાંથી હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુ કે બોમ્બ મળી આવ્યો નથી.
જે પેસેન્જરે બોમ્બની ધમકી આપી હતી, તેને તાત્કાલિક ફ્લાઇટમાંથી નીચે ઉતારીને પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસ આ ધમકી પાછળનો હેતુ જાણવા પ્રયાસ કરી રહી છે કે શું આ માત્ર એક અફવા હતી કે પછી કોઈ અન્ય ઇરાદો હતો. આ ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ પર થોડા સમય માટે હાઈ એલર્ટની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. ફ્લાઇટમાં સવાર અન્ય મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.