મારો દેશ

નવા મારો દેશ સમાચાર

મૈસુરમાં વિદ્યાર્થીને એટલો માર્યો કે તેના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા

શાળામાં ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ પીડિત…

By Sampurna Samachar

દિલ્હીનુ વધતુ પ્રદુષણ દિલ્હીવાસીઓ માટે જીવનુ જોખમ

AQI ૩૦૦ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી દિલ્હી-…

By Sampurna Samachar

નાસિક હાઇવે વાવ-થરાદના પરિવારનો અકસ્માત

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી…

By Sampurna Samachar

બિહારમાં ગરીબી, બેરોજગારી અને સ્થળાંતર ચરમસીમાએ પહોંચ્યું તેજસ્વી યાદવે મોદી પર પણ આકરા પ્રહાર કર્યા ચૂંટણીમાં જનતા દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે (સંપૂર્ણ સમાચાર સેવા) પટણા, તા.૧૦ આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ અગાઉ યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં એનડીએ સરકાર પર નિશાન સાધ્યું અને અનેક આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ સુધી ચાલેલી સરકાર દરમિયાન બિહારમાં ગરીબી, બેરોજગારી અને સ્થળાંતર ચરમસીમાએ પહોંચ્યું છે. આટલા લાંબા સમયમાં અહીં નવી ફેક્ટરીઓ કે ઉદ્યોગોની સ્થાપના થઈ નથી, જેના કારણે લોકોને રોજગાર મળી શક્યો નથી. તેજસ્વીએ દાવો કર્યો કે જો ડબલ એન્જિન સરકારની ઇચ્છા હોત તો બિહાર ૨૦ વર્ષમાં દેશમાં પ્રથમ ક્રમાંક પર આવી શક્યું હોત. તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે, અમિત શાહ બિહારને વસાહતી રાજ્ય બનાવવા માંગે છે, જ્યાં બહારના લોકો કબજો કરી લે. પરંતુ, અમે બિહારીઓ આ થવા નહીં દઈએ. આ ચૂંટણીમાં જનતા દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભાજપ જેટલું પાપ કરશે, ચૂંટણી પંચ સૌને ધોઈ નાખવાનું કામ કરશે તેજસ્વી યાદવે ટિપ્પણી કરી કે, વડાપ્રધાન મોદી બિહારમાં જે વાતો કરી રહ્યા છે, તે જો તેમણે ગુજરાતમાં કરી હોત તો વધુ યોગ્ય ગણાત. તેમની પાસે ન કોઈ વિઝન છે, ન કોઈ રોડમેપ. તેઓ માત્ર ખોટા વચનો આપી રહ્યા છે. વડાપ્રધાન પાસે આટલો બધો ફુરસતનો સમય ક્યાંથી આવ્યો? તેઓ હાલમાં કઈ વેબ સિરીઝ જોઈ રહ્યા છે? વધુમાં તેમણે કહ્યું, મેં બિહારમાં લાખો પેન (શિક્ષણ માટે) અને નોકરીઓ વહેંચી, પરંતુ વડાપ્રધાનને તે દેખાયું નથી. તેમને દિલીપ જયસ્વાલ, સમ્રાટ ચૌધરી અને મંગલ પાંડેનો કૌભાંડ પણ દેખાતો નથી. પીએમ પર સીધો હુમલો કરતા તેમણે સવાલ કર્યો, તમે કુખ્યાત ગુનેગારો સાથે મંચ શેર કરો છો, શું તેઓ તમને સાધુ-મહાત્મા જેવા લાગે છે? તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન દ્વારા સૃજન કૌભાંડના આરોપી બિપિન શર્માને એરપોર્ટ પર બોલાવીને તેમની પીઠ થપથપાવવામાં આવી હતી. તમારા કહેવામાં અને કરવામાં મોટું અંતર છે. આ ઘટનાઓને કારણે, તમને બિહાર આવતા શરમ આવવી જોઈએ. તેજસ્વીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, કુલ પોલીસ ઓબ્ઝર્વરમાંથી ૬૮ ટકા નિરીક્ષકો ભાજપ શાસિત રાજ્યોમાંથી છે. આ ઉપરાંત, સ્ટ્રોંગ રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ વારંવાર બંધ થઈ રહ્યા છે. ચૂંટણીની સુરક્ષા માટે આવેલી ૨૦૮ કંપનીઓ પણ ભાજપ શાસિત રાજ્યોમાંથી જ લાવવામાં આવી છે. એવું લાગે છે કે ભાજપ જેટલું પાપ કરશે, ચૂંટણી પંચ તે બધાને ધોઈ નાખવાનું કામ કરશે. ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા તેજસ્વી યાદવે પૂછ્યું કે, મતદાનના આંકડા કેમ છુપાવવામાં આવી રહ્યા છે અને કેટલા પુરુષો-મહિલાઓએ મતદાન કર્યું તેની માહિતી જાહેર કેમ થતી નથી? તેમણે કટાક્ષ કર્યો કે, શું આ મજાક છે? પીએમ મોદી અને અમિત શાહના જમાનામાં ચૂંટણી પંચ ઠપ થઈ ગયું છે.

તેજસ્વી યાદવે મોદી પર પણ આકરા પ્રહાર કર્યા…

By Sampurna Samachar

મોડલિંગ કરતી ખૂશ્બુની નિર્મમ હત્યાથી ખળભળાટ

ખુશ્બૂની મુલાકાત કાસિમ નામના યુવક સાથે થઈ હતી…

By Sampurna Samachar

નકલી વીડિયોથી વાકેફ છે સુપ્રીમ કોર્ટ

કોર્ટે બે અઠવાડિયા પછી અરજીની સુનાવણી માટે સમય…

By Sampurna Samachar

હેકર્સે બંને કંપનીઓ વચ્ચે ઈમેલ વાતચીતને વચ્ચે હેક કરી લીધો

ઠગિયાએ દિગ્ગજ ફાર્મા કંપની સાથે કરી છેતરપિંડી સાયબર…

By Sampurna Samachar

દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમની જગ્યાએ બનશે ‘સ્પોર્ટ્સ સિટી‘

નવું સ્પોર્ટ્સ સિટી ૧૦૨ એકરમાં ફેલાયેલું હશે આધુનિક…

By Sampurna Samachar

કેન્દ્ર સરકાર ક્યારે મહિલા અનામત લાગુ કરશે ?

સુપ્રીમ કોર્ટે ટાઈમલાઈન માંગી અનામત તાત્કાલિક અસરથી લાગુ…

By Sampurna Samachar

બે AK-47 રાઈફલ અને અંદાજે ૩૫૦ કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત

ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ જમ્મુ અને…

By Sampurna Samachar