Last Updated on by Sampurna Samachar
આયુષ મ્હાત્રેને ટીમની કમાન સોંપાઇ તો વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન
ઇંગ્લેન્ડ અંડર-૧૯ સામે બે મલ્ટી-ડે મેચનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સિનિયર ક્રિકેટ ટીમ જૂનમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જેમાં ભારતની અંડર-૧૯ ટીમ પણ આ મહિને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ માટે BCCI એ ટીમની જાહેરાત કરી છે. IPL ૨૦૨૫ માં CSK વતી રમનાર આયુષ મ્હાત્રેને ટીમની કમાન સોંપવામાં આવી છે. IPL માં ૩૫ બોલમાં સદી ફટકારનાર ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જાહેર કરાયેલા એક નિવેદનમાં, BCCI એ જણાવ્યું હતું કે, “જુનિયર ક્રિકેટ સમિતિએ ૨૪ જૂનથી ૨૩ જુલાઈ, ૨૦૨૫ સુધીના ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ માટે ભારતની અંડર-૧૯ ટીમની પસંદગી કરી છે. આ પ્રવાસમાં ૫૦ ઓવરની પ્રેક્ટિસ મેચ, ત્યારબાદ પાંચ મેચની ODI શ્રેણી અને ઇંગ્લેન્ડ અંડર-૧૯ સામે બે મલ્ટી-ડે મેચનો સમાવેશ થાય છે.”
પુરૂષ સિનિયર ક્રિકેટ ટીમની થશે જાહેરાત
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની U 19 ટીમમાં ખેલાડીઓનો સમાવેશ : આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજ સિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, યુધ્ધાજિત ગુરૂ, પ્રવિણેન્દ્ર ગુરૂ, પ્રજ્ઞાચક્ષુ, એન. અનમોલજીત સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર).
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-૧૯ ટીમનો કાર્યક્રમ
મંગળવાર, ૨૪ જૂન – ૫૦ ઓવરની વોર્મ-અપ મેચ
શુક્રવાર, ૨૭ જૂન – પહેલી વનડે
સોમવાર, ૩૦ જૂન – બીજી વનડે
બુધવાર, ૨ જુલાઈ – ૩જી વનડે
શનિવાર, ૫ જુલાઈ – ચોથી વનડે
સોમવાર, ૭ જુલાઈ – ૫મી વનડે
૧૨ થી ૧૫ જુલાઈ – પ્રથમ મલ્ટી-ડે મેચ
૨૦ થી ૨૩ જુલાઈ – બીજી મલ્ટી-ડે મેચ
ભારતની પુરૂષ સિનિયર ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. BCCI પણ ટૂંક સમયમાં પોતાની ટીમની જાહેરાત કરવા જઈ રહી છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી, બોર્ડ નવા કેપ્ટનની શોધમાં છે, જેના માટે જસપ્રીત બુમરાહ અને શુભમન ગિલના નામ આગળ આવી રહ્યા છે. આ ઉપરાંત વિરાટ કોહલીના વિકલ્પ તરીકે પણ અનેક ખેલાડી લાઈનમાં છે. કરી હતી.