શો સ્ક્રિપ્ટેડ નથી જજ ને ખૂલીને બોલવાનુ કહેવામાં આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર થયેલા વિવાદ બાદ, હવે શોના આયોજક સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે. તેમણે X પર પોસ્ટ કરીને આ હોબાળા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ બધું સંભાળવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું.
આ ઉપરાંત, સમયે એમ પણ કહ્યું છે કે તે આ સમગ્ર મામલામાં એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપશે. સમય રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું – ‘જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ વધારે છે. મેં મારી ચેનલ પરથી ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના બધા વિડીયો દૂર કરી દીધા છે.
મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને તેમને સારો સમય આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી ખાતરી કરી શકાય કે તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય. આભાર.
તમને જણાવી દઈએ કે પોલીસે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ અંગે અત્યાર સુધીમાં ૬ લોકોના નિવેદનો નોંધ્યા છે. પોલીસે આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજાના પણ નિવેદન લીધા છે. અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાનીએ પોતાના નિવેદનમાં આ શો વિશે કહ્યું હતું કે તે સ્ક્રિપ્ટેડ નથી. શોમાં જજ અને સહભાગીઓને ખુલીને વાત કરવાનું કહેવામાં આવે છે.