Last Updated on by Sampurna Samachar
સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતે કરી વડાપ્રધાનની પ્રશંસા
આતંકવાદીઓ અને તેમના બંકરોનો નાશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશ ખૂબ જ ખુશ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે સમાપ્ત થઈ ગયો છે. આ સમયે ભારતીય સેનાના મહત્ત્વના યોગદાનને કારણે દેશનો દરેક નાગરિક ગર્વ અનુભવે છે. દરમિયાન સુપરસ્ટાર થલાઈવા રજનીકાંત (RAJNIKANT) પણ સશસ્ત્ર દળોની પ્રશંસા કરી છે.
ઉલ્લેખનીય છે કે ૭ મે થી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો. આ મિશનમાં ઘણા આતંકવાદીઓ અને તેમના બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો. સુપરસ્ટાર રજનીકાંતે આ સફળતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સશસ્ત્ર દળોને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા છે.
ત્રણેય સશસ્ત્ર દળોના અધિકારીઓ અને સૈનિકોને અભિનંદન
સુત્ર અનુસાર સુપરસ્ટાર ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો. જ્યારે આતંકવાદી હુમલાઓ અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો. ત્યારે રજનીકાંતે કહ્યું, ‘પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળોને મારા હૃદયપૂર્વક અભિનંદન. આ યુદ્ધને કુશળતાપૂર્વક, દ્રઢતાપૂર્વક અને જુસ્સાથી સંભાળવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, આપણા ત્રણેય સશસ્ત્ર દળોના અધિકારીઓ અને સૈનિકોને મારા અભિનંદન.