Last Updated on by Sampurna Samachar
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સે નિવેદન બહાર પાડ્યુ
WCL હંમેશા ક્રિકેટને મહત્વ આપે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫ ના આયોજકોએ એક સત્તાવાર નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી WCL ને આ પગલું ભરવાની ફરજ પડી હતી.
યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયા ચેમ્પિયન્સની આગામી મેચ ૨૨ જુલાઈએ દક્ષિણ આફ્રિકા સાથે છે. તમને જણાવી દઈએ પહેલાગમામ આતંકી હુંમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પણ ચલાવ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સે એક સત્તાવાર નિવેદન જારી કરીને ભારતીય ખેલાડીઓ અને ચાહકોની લાગણીઓને અજાણતામાં ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે તે ફક્ત ચાહકોને સારી ક્ષણો આપવા માંગતા હતા.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ રદ કરવાનો ર્નિણય લીધો
WCL એ નિવેદનમાં કહ્યું, ” વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ હંમેશા ક્રિકેટને મહત્વ આપે છે અને પ્રેમ કરે છે. અમારો એકમાત્ર હેતુ ચાહકોને કેટલીક સારી અને ખુશીની ક્ષણો આપવાનો છે. અમે સાંભળ્યું છે કે પાકિસ્તાન હોકી ટીમ આ વર્ષે ભારત આવી રહી છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં વોલીબોલ અને કેટલીક અન્ય રમતો પછી, અમે WCL માં પણ આ મેચો ચાલુ રાખવાનું વિચાર્યું, જેથી વિશ્વભરના લોકો માટે કેટલીક સારી યાદો બનાવી શકાય.”
આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે, “પરંતુ અમે આ કરીને ઘણા લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી હશે. અમે અજાણતાં ભારતીય ક્રિકેટના દિગ્ગજોને અસુવિધા પહોંચાડી, જેમણે દેશને આટલો ગૌરવ અપાવ્યું. અમે બ્રાન્ડ્સને પણ અસર કરી. આ કારણે, અમે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ રદ કરવાનો ર્નિણય લીધો છે.
લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ અમે ફરી એકવાર માફી માંગીએ છીએ. આશા છે કે લોકો સમજશે કે અમે ફક્ત ચાહકો માટે કેટલીક ખુશીની ક્ષણો લાવવા માંગતા હતા.”
ભારત ચેમ્પિયન્સ સ્ક્વોડ : યુવરાજ સિંહ (કેપ્ટન), સુરેશ રૈના, શિખર ધવન, ગુરકીરત સિંહ, ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા (વિકેટકીપર), અંબાતી રાયડુ (વિકેટકીપર), અભિમન્યુ મિથુન, હરભજન સિંહ, પવન નેગી, પીયૂષ ચાવલા, સિદ્ધાર્થ કૌલ, વરુણ એરોન અને વિનય કુમાર.