Last Updated on by Sampurna Samachar
APPLE ના CEO તરીકે આવશે કોણ જુઓ…
સાબિહ ખાન કંપનીમાં અત્યંત મહત્ત્વના હોદ્દા પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
એપલે ભારતીય મૂળના સાબિહ ખાનની ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિમણૂક કરી છે. JEFF WILLIAMS નિવૃત્ત થતાં તેમની જગ્યા સાબિહ ખાન સંભાળશે. આ દરમિયાન સિલિકોન વેલીમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે એપલના નવા CEO કોણ બનશે. કારણ કે, ટિમ કૂક પણ હવે ૬૩ વર્ષના થઈ ચૂક્યા છે. એવું કહેવાય છે કે, JEFF WILLIAMS એપલના CEO બનવાના હતા પરંતુ તે તો નિવૃત્ત થઇ ગયા. આ કારણસર એવી ચર્ચા છે કે, સાબિહ ખાન એપલના CEO તરીકેની જવાબદારી સંભાળે તેવી પણ શક્યતા છે.
જોકે, હાલમાં COO તરીકે નિમાયેલા સાબિહ ખાન સીધા ટિમ કૂકને રિપોર્ટ કરશે. તેનો અર્થ એ થયો કે, સાબિહ ખાન કંપનીમાં અત્યંત મહત્ત્વના હોદ્દા પર છે. જોકે, તેમના CEO બનવા સામે પડકારો છે. સાબિહ ખાન હાલ ૫૯ વર્ષના છે. એટલે કે, તેઓ જેફ વિલિયમ્સ કરતાં માત્ર બે વર્ષ નાના છે. આમ, ટિમ કૂક વધુ લાંબા સમય સુધી CEO તરીકે કામ કરે તો સાબિહ ખાનના CEO બનવાની શક્યતા ઘટી જશે. પરંતુ જો ટિમ કૂક નિવૃત્ત થાય તો એપલને નવા ભારતીય CEO મળી શકે છે.
ટિમ કૂકના APPLE CEO તરીકે ૧૪ વર્ષ પૂર્ણ થશે
એપલે ભારતીય મૂળના સાબિહ ખાનને કંપનીના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આ મહિનાના અંતમાં જેફ વિલિયમ્સનું સ્થાન લેશે. જેફ ૨૦૧૫ થી આ પદ પર છે. સાબિહે મુરાદાબાદ જેવા નાના શહેરમાંથી બહાર આવીને ટેકનોલોજીની દુનિયામાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૨૦૧૯ માં, તેઓ એપલના ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.
સાબિહ ખાન ગૂગલના CEO સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના CEO સત્ય નાડેલા જેવા ભારતીય મૂળના વૈશ્વિક નેતાઓની યાદીમાં જોડાયા છે. સાબિહ વૈશ્વિક સપ્લાય ચેઈનનું સંચાલન કરે છે. આનો અર્થ એ છે કે તેઓ પ્રોડક્ટ ગુણવત્તા, આયોજન, પ્રાપ્તિ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને પ્રોડક્ટ ડિલિવરી જેવા કાર્યોની જવાબદારી સંભાળે છે. તે એપલના સપ્લાયર રિસ્પોન્સિબલિટી પ્રોગ્રામ્સ પણ જુએ છે.
ટિમ કૂક હાલ ૬૩ વર્ષના છે અને આવતા મહિને તેઓ APPLE CEO તરીકે ૧૪ વર્ષ પૂર્ણ થશે. તેથી તેને જોતાં એવું લાગે છે કે APPLE ના આગામી CEO કોઈ યુવાન વ્યક્તિ હોઈ શકે છે.