Last Updated on by Sampurna Samachar
સંયુક્ત કાર્યવાહીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી
ભારે હથિયારો અને રોકડ સહિત મહત્ત્વના પુરાવા એકઠા કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત જે ખાલિસ્તાની આતંકીઓને ઠેર ઠેર શોધી રહ્યું હતું. તેને અમેરિકામાં FBI એ દબોચી લીધા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટર્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૧૧ જૂલાઈના રોજ SAN JOAQUIN કાઉન્ટીમાં FBI અને કેટલીય લોકલ એજન્સીઓની સંયુક્ત કાર્યવાહીમાં આઠ લોકોની ધરપકડ કરી છે. આ તમામ એક સંગઠિત ગુનાહિત ટોળકી સાથે જોડાયેલા હતા અને એક અપહરણના કેસને લઈને ટાર્ગેટ પર હતા.
FBI ની સમયર હીટ પહેલ અંતર્ગત AGNET યુનિટે Stockton Police SWAT, Manteca Police SWAT, Stanislaus County SWAT અને FBI SWAT સાથે મળીને પાંચ અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ઓપરેશન ખૂબ જ પ્લાનિંગ અનુસાર પાર પાડવામાં આવ્યું હતું, જેમાં ભારે હથિયારો અને રોકડ સહિત મહત્ત્વના પુરાવા એકઠા થયા છે. આ કાર્યવાહી એક ગેંગ સાથે જોડાયેલ કિડનેપિંગ અને ટોર્ચર કેસ અંતર્ગત કરવામાં આવી હતી.
ઝડપાયેલા ૮ આરોપી
દિલપ્રીત સિંહ
અર્શપ્રીત સિંહ
અમૃતપાલ સિંહ
વિશાલ (આખું નામ જણાવ્યું નથી)
પવિત્તર સિંહ
ગુરતાજ સિંહ
મનપ્રીત રંધાવા
સરબજીત સિંહ
આ બધાને SAN JOUQUIN COUNTRY JAIL માં ગંભીર ધારાઓમાં બંધ કર્યા છે.