Last Updated on by Sampurna Samachar
કોર્ટના ચુકાદાથી લાખો ઈમિગ્રન્ટ્સને રાહત મળી
ટ્રમ્પ સરકારના ર્નિણયને અટકાવી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાની કોર્ટમાં ભારતીય મૂળના ન્યાયાધીશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને મોટો ઝટકો આપ્યો છે. એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકામાં રહેતા હજારો ક્યુબન, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકો માટે કાનૂની રક્ષણાત્મક દરજ્જો રદ કરવાના ટ્રમ્પ સરકારના ર્નિણયને અટકાવી દીધો હતો. જ્યાં કોર્ટના ચુકાદાથી લાખો ઈમિગ્રન્ટ્સને રાહત મળી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેને આ દેશોના ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવા માટે બે વર્ષનો સમયગાળો લંબાવ્યો હતો. જે તેમના માટે મોટી રાહત હતી. પરંતુ ટ્રમ્પે સત્તામાં આવતા પોતાનો મનમુજબનો ર્નિણય જાહેર કરી દીધો હતો. જેના બાદ કોર્ટે તેમને જોરદાર ઝટકો આપ્યો છે.
એવા લોકોને નિશાન બનાવાય છે જે નિયમો પાળે છે
બોસ્ટનમાં ભારતીય મૂળના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ઇન્દિરા તલવાણીએ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરતા કહ્યું કે, ‘હોમલેન્ડ સિક્યુરિટીનો ર્નિણય કાયદાના ખોટા અર્થઘટન પર આધારિત છે. કોઈપણ કાયદા હેઠળ, ગેરકાયદે રીતે સરહદ પાર કરનારાઓને અમેરિકાથી દેશનિકાલ કરી શકાય છે. આમાં એવા લોકોનો સમાવેશ થઈ શકતો નથી જેમને સરકાર દ્વારા પહેલાથી જ બે વર્ષની રાહત આપવામાં આવી છે.‘
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ઇન્દિરા તલવાણીએ કહ્યું કે, ‘જો વહીવટીતંત્ર આ લોકો સામે કાર્યવાહી કરે છે. તેથી તે એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો નથી. જેઓ ગેરકાયદે રીતે આવ્યા છે, પરંતુ એવા લોકોને નિશાન બનાવી રહ્યો છે. જેમણે નિયમોનું પાલન કર્યું છે અને જેઓ હજુ પણ નિયમો અનુસાર અમેરિકામાં રહે છે.‘
તલવાનીના ર્નિણયથી ટ્રમ્પ વહીવટીતંત્ર અને યુએસ ન્યાયિક પ્રણાલી વચ્ચે એક નવો સંઘર્ષ શરૂ થયો છે. આ ર્નિણય દ્વારા, ટ્રમ્પ અને બાડેનના તે ર્નિણયને ઉલટાવી દેવા માંગતા હતા, જેમાં તેમણે યુક્રેનિયન, અફઘાન, ક્યુબન, હૈતી, નિકારાગુઆન અને વેનેઝુએલન ઇમિગ્રન્ટ્સને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.