Last Updated on by Sampurna Samachar
પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં કર્યા લગ્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ગોલ્ડન સ્ટાર એથલિટ નીરજ ચોપરાને કોઇ પરિચયની જરૂર નથી. તેઓએ જેવલિન થ્રોમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ, તો ૨૦૨૪માં પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ લાવી દેશનું નામ દુનિયાભરમાં રોશન કર્યુ છે. પોતાના જેવલિન થ્રોથી દેશમાં અલગ ઓળખ બનાવ્યા બાદ નીરજના ફૅન ફોલોઇંગમાં વધારો થઇ ગયો હતો, જેના કારણે તેઓ ઘણીવાર ચર્ચામાં પણ રહે છે. ત્યારે હવે નીરજ ચોપરાએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જેને લઇ તેમના ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે.

હકીકતમાં, નીરજે તેના પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં પોતાની દુલ્હન હિમાની સાથે લગ્ન કરી લીધા છે. તેઓએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યા છે. જેમાં નીરજ દુલ્હનિયાની સાથે મંડપમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
નીરજ અને હિમાનીએ પોતાની પ્રાઇવેટ વેડિંગ સેરેમની માટે પેસ્ટલ આઉટફિટ્સ પસંદ કર્યા હતા. જ્યાં દુલ્હન હિમાની મોર એક ફોર્મર ટેનિસ પ્લેયર રહી ચૂકી છે તે ગુલાબી લહેંગામાં સુંદર લાગી રહી હતી. જ્યારે મેચિંગ શેરવાનીમાં નીરજનો અંદાજ પણ શાનદાર છે. તેણે આ સાથે વ્હાઇટ પાયજામો પહેર્યો હતો અને એમ્બ્રોયડરી શૉલને પ્લીટ્સ બનાવીને શોલ્ડર પર ટક ઇન કરીને એક હાથ પર કૅરી કરી હતી. જ્યારે ગુલાબી પાઘડી સાથે લૂકને કમ્પલિટ કર્યો છે.
નીરજની દુલ્હન હિમાનીએ રંગબેરંગી સ્ટાર્સ અને એમ્બ્રોયડરીથી સજેલા ગુલાબી લહેંગા પહેર્યો હતો, જેના પર ફૂલોની વેલવાળી ડિઝાઇન સુંદર લાગી રહી હતી. જેને મોટિફ્સથી શાનદાર રીતે સજાવવામાં આવી હતી. જેના કારણે લહેંગાને હેવી લૂક મળ્યો અને મેચિંગ હાફ સ્લિવ્સ બ્લાઉઝની સાથે પૅર કરી શાહી રાજકુમારી અંદાજ દર્શાવ્યો હતો.
હિમાનીએ પોતાના લૂકને માથા પર નેટનો દુપટ્ટો ઓઢી કમ્પલિટ કર્યો છે, જેમાં બૂટ્ટીવાળા વર્કની સાથે લાઇટ વેટ બનાવવામાં આવ્યો છે. તો પહેલાં બોર્ડરને હેવી રાખવામાં આવ્યો છે. બોર્ડર પર મોતીવાળી લેસથી તેને સ્ટનિંગ બનાવી દીધો હતો. હિમાનીએ બ્રાઇડલ લૂકને ગુલાબી ચૂડા સાથે સ્ટાઇલ કર્યો છે. જેની સાથે તેણે ગોલ્ડન અને લાલ રંગના કંગન પહેર્યા હતા. મહેંદીવાળા હાથમાં પોતાની એન્ગેજમેન્ટ રિંગને ફ્લોન્ટ કરતા હિમાનીએ કુંદનની મોટી નથ પહેરી હતી. આ સિવાય કુંદન અને સ્ટોનવાળો હેવી નેકપીસ, માંગટીકા અને માથા પટ્ટી લગાવીને લાલ બિંદી અને સટલ મેકઅપથી પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે.