Last Updated on by Sampurna Samachar
પરિવાર વિના રૂમમાં જવુ ગમતુ નથી , પરિવાર એક વ્યક્તિ માટે મુલ્યવાન હોય
ખેલાડીઓના પર્ફોર્મન્સ માટે ખૂબ જ મહત્વનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ BCCI ના નવા નિયમ ક્રિકેટ ટૂર પર ખેલાડીઓ સાથે પરિવારના જવા પર પ્રતિબંધની ટીકા કરી છે. ૩૬ વર્ષીય ધુરંધર ખેલાડી કોહલીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓના પર્ફોર્મન્સમાં તેમનો પરિવાર મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ ટૂર પર પ્રવાસ દરમિયાન તેઓ મુશ્કેલીઓ અનુભવે છે.
હાલમાં જ રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની જીતમાં ફાળો આપનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી (VIRAT KOHLI) પણ સામેલ છે. તેણે ધુઆંધાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં ફાળો આપ્યો છે.
ટુર દરમિયાન પરિવાર સાથે રહેવા અંગે પ્રતિબંધ
આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ૧-૩થી ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ BCCI એ નવી પોલિસી ઘડી હતી. જેમાં ખેલાડીઓના જીવનસાથી અને બાળકો સાથે ટૂર કરવા પર અમુક પ્રતિબંધો લાદ્યા હતા. જો ટૂર ૪૫ દિવસથી વધુ સમય માટે હોય તો જ ખેલાડીના જીવનસાથી અને બાળકો ટૂરના પ્રથમ બે સપ્તાહ બાદ તેમની પાસે જઈ શકશે. તેમાં પણ તેમની સાથે રહેવાની મર્યાદા ૧૪ દિવસ નિર્ધારિત કરવામાં આવી છે.
IPL ૨૦૨૫ પહેલાં RCB ઈનોવેશન લેબ ઈન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં કોહલીએ જણાવ્યું હતું કે, ‘લોકોને એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે કે જ્યારે પણ આપણી સાથે કોઈ ઘટના બને તો તે સમયે પરિવારની હાજરી કેટલી મહત્ત્વની છે. મને નથી લાગતું કે લોકોને તેના વિશે સમજ છે કે પરિવાર એક વ્યક્તિ માટે કેટલો મૂલ્યવાન હોય છે.
હું BCCI ના આ ર્નિણયથી ખૂબ નિરાશ છું કારણ કે એવું લાગે છે કે, જાણો લોકોનો ચાલી રહેલી ઘટનાઓ પર કંટ્રોલ જ નથી. આ મામલે વાતચીત કરવાની જરૂર છે.‘ વધુમાં કોહલીએ જણાવ્યું કે, તમે કોઈ પણ ખેલાડીને પૂછશો કે, તમે આખો દિવસ તમારા પરિવાર સાથે રહેવા માંગો છો ? તો તે હા પાડશે. (પરિવાર વિના) રૂમમાં જવુ ગમતુ નથી. મારે એકલા બેસી રહેવુ પડે છે. હું સતત (તેમના વિના) નોર્મલ રહેવાનો પ્રયાસ કરુ છું. તમે ખરેખર કોઈ રમતની જવાબદારી કોઈના પર થોભી શકો છો? તમારે તમારી જવાબદારી નિભાવીને ફરી પાછું સંસારમાં ફરવાનું છે.