Last Updated on by Sampurna Samachar
રોહિત અને વિરાટનુ યોગદાન આ ટીમને યાદ રહ્યુ નથી
બંને ના હોવાથી કોઇ ફરક પડ્યો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો કરાવી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રોહિત-વિરાટ માટે એવું બોલ્યા કે ફેન્સને પસંદ નહીં આવે. તેમણે કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટેસ્ટ ટીમમાં નથી અને તેમનું યોગદાન ટીમને યાદ પણ આવી રહ્યું નથી.
એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે જણાવ્યું કે, રોહિત શર્મા છેલ્લી સીરિઝમાં ૧૦ સરેરાશથી બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે વિરાટ કોહલી છેલ્લા પાંચ વર્ષમાં ૩૦ ની સરેરાશથી રન બનાવી રહ્યા હતા. ભારતીય ટીમમાં આ બંનેની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. પરંતુ તેમનું ટીમમાં ન હોવાથી મોટું નુકસાન પણ થયુ નથી. જોકે, બે સિનિયર ખેલાડીઓની ટીમને ખોટ પડી છે, પરંતુ તેમના યોગદાનનું ટીમને નુકસાન થયુ નથી કરાણ કે આ બંને ટીમને વધુ યોગદાન આપી રહ્યા નહોતા.
આ ટીમ રોહિત અને વિરાટથી આગળ નીકળી ગઈ
નોંધનીય છે કે, સંજય માંજરેકરનું કહેવું છે કે, રોહિત અને વિરાટનું ભારતીય ટીમમાં મોટું યોગદાન આપ્યું નથી, જેથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની સીરિઝમાં બંનેનું ના હોવાથી કોઈ ફરક પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના ચાર બેટરોએ રનનો વરસાદ કરી દીધો હતો.
જેમાં સૌથી વધુ કેપ્ટન શુભમન ગિલ ૭૨૨ રન બનાવ્યા છે. બીજી સ્થાને કે.એલ રાહુલે ૫૧૧ રન બનાવ્યા છે. રિષભ પંતે ૪૭૯ રન અને રવિન્દ્ર જાડેજાએ ૧૧૩.૫૦ ની સરેરાશથી ૪૫૪ રન ફટકાર્યા છે. ભારતીય ટીમના આ બેટરોની બેટિંગથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ ટીમ રોહિત અને વિરાટથી આગળ નીકળી ગઈ છે અને એ જ વાત સંજય માંજરેકર કહી રહ્યાં છે.
ટેસ્ટ મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે ૩૫૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે જો રૂટ અને બેન સ્ટોક્સની સદીઓની મદદથી ૬૬૯ રન બનાવ્યા અને ભારત પર ૩૧૧ રનની લીડ મેળવી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમે ૦ પર ૨ વિકેટ ગુમાવી દીધી. પરંતુ ભારતીય બેટર કે.એલ. રાહુલ, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર ઈનિંગના આધારે આ મેચ ડ્રો થઈ હતી.