Last Updated on by Sampurna Samachar
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પછી ટીમ ઈન્ડિયાની પહેલી સફેદ બોલની શ્રેણી
BCCI દ્વારા શેડ્યુલની જાહેરાત કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઇન્ડિયા IPL ૨૦૨૫ પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરે તેવી જાહેરાત BCCI દ્વારા કરવામાં આવી રહી છે. જ્યાં બંને ટીમો વચ્ચે ૫ ટેસ્ટ મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ વનડે અને T૨૦ શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાનો આ પ્રવાસ ૧૭ ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી મેચ ૩૧ ઓગસ્ટે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પછી ટીમ ઈન્ડિયાની આ પહેલી સફેદ બોલની શ્રેણી હશે.
ભારતની ડોમેસ્ટિક સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતનો પ્રવાસ કરશે. ભારતની હોમ સીઝનની શરૂઆત ૨ ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે, ત્યારબાદ તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમશે.
શ્રેણીના શેડ્યૂલની જાહેરાત થઇ
ભારત બે ઘરઆંગણાની શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં શ્રેણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, જેમાં ૧૯ ઓક્ટોબરથી ODI અને ૨૯ ઓક્ટોબરથી T20I રમાશે.
ભારત અને બાંગ્લાદેશ શ્રેણી ૨૦૨૫
ભારત VS બાંગ્લાદેશ ODI શ્રેણી શેડ્યૂલ
૧લી ODI – ૧૭ ઓગસ્ટ, રવિવાર – મીરપુર
૨જી ODI – ૨૦ ઓગસ્ટ, બુધવાર – મીરપુર
ત્રીજી ODI – ૨૩ ઓગસ્ટ, શનિવાર – ચટગાંવ
ભારત VS બાંગ્લાદેશ T૨૦ શ્રેણી શેડ્યૂલ
૧લી T૨૦ – ૨૬ ઓગસ્ટ, મંગળવાર – ચિત્તાગોંગ
બીજી T૨૦ – ૨૯ ઓગસ્ટ, શુક્રવાર – મીરપુર
ત્રીજી T૨૦ – ૩૧ ઓગસ્ટ, રવિવાર – મીરપુર