ખેલાડીઓએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયાના ખેલાડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્નમાં ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કાળી પટ્ટી બાંધી છે.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ખેલાડીઓએ ડાબા હાથ પર કાળી પટ્ટીઓ પહેરી મેદાનમાં ઉતર્યા હતા. ડો.મનમોહન સિંહ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી સતત બે વખત ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા. BCCI એ એક નિવેદન જાહેર કરીને લખ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડી પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહની યાદમાં શોક વ્યક્ત કરતા કાળી પટ્ટી પહેરી રમત રમી હતી.
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહને ૧૯૯૧ના આર્થિક સુધારાનું નેતૃત્વ કરવાનો શ્રેય આપવામાં આવે છે. મનમોહન સિંહે ભારતને એક ગંભીર નાણાંકીય સંકટમાંથી બચાવ્યું હતું. ડો.મનમોહન સિંહની નીતિઓએ આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી, જેણે પછીના દાયકાઓમાં ભારતના ઝડપી આર્થિક વિકાસનો પાયો નાખ્યો.