આઠમાં સ્થાન પર પાકિસ્તાની ખેલાડી સાઉદ શકિલનો કબજો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) એ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આ વખતની યાદીમાં ટોપ બેટરોના સ્થાનમાં કોઈ પણ ફેરફાર થયો નથી. પરંતુ ભારતીય ટીમના સ્ટાર બેટર રિષભ પંતને ઝટકો લાગ્યો છે. તે ફરી એકવાર ટોપ-૧૦ માંથી બહાર થઇ ગયો છે. પાકિસ્તાની ખેલાડીએ તેને પાછળ છોડી દીધો છે. જેણે એકસાથે ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે.
આ ટેસ્ટ રેન્કિંગ પહેલા પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. પરંતુ આ ટેસ્ટ મેચના લીધે ટેસ્ટ રેન્કિંગમાં ઘણો બદલાવ થયો હતો. હાલની રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો જો રૂટ ટોચના સ્થાન પર યથાવત છે. તેની હાલની રેટિંગ ૮૯૫ છે. ઇંગ્લેન્ડનો હૈરી બ્રૂક ICC ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર છે. તેની રેટિંગ ૮૭૬ છે. જયારે ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સને આ યાદીમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. તેની રેટિંગ ૮૭૬ છે. ભારતનો યશસ્વી જયસ્વાલ ૮૪૭ રેટિંગ સાથે ૪ નંબર પર અને ૭૭૨ રેટિંગ સાથે ટ્રેવિસ હેડ ૫માં નંબર યથાવત છે.
દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમાં આ યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે. તેની રેટિંગ ૭૬૯ છે. શ્રીલંકાનો કામેંદુ મેન્ડીસ ૭૫૯ રેટિંગ સાથે સાતમાં સ્થાન પર છે. હવે આઠમાં સ્થાન પર પાકિસ્તાની ખેલાડી સાઉદ શકિલનો કબજો થઇ ગયો છે. તેણે રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. તેનું રેટિંગ વધીને હવે ૭૫૩ થઇ ગયું છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનો તેને રેન્કિંગમાં ફાયદો થયો હતો.
સાઉદ શકિલે રેન્કિંગમાં લગાવેલી છલાંગનું સીધું નુકશાન સ્ટીવ સ્મિથ અને રિષભ પંતને થયું હતું. સ્મિથ એક સ્થાન ગગડીને નવમાં સ્થાન પર પહોંચી ગયો છે. તેની રેટિંગ ૭૪૬ છે. જયારે રિષભ પંતને પણ એક સ્થાનનું નુકસાન થયું છે અને હવે તે ૭૩૯ રેટિંગ સાથે ૧૦માં સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિચેલને એક સ્થાનનું નુકસાન થતા તે ટોપ-૧૦માંથી બહાર થઇ ગયો છે. તેની રેટિંગ ૭૨૫ છે.