ગાબા ટેસ્ટ ડ્રૉ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી
૩૮ વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બૉલર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગાબા ટેસ્ટ ડ્રૉ થયા બાદ રવિચંદ્રન અશ્વિને આની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે મેચ બંધ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમમાં હાજર હતા, આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો.
આ પછી સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ શરૂ થઈ કે અશ્વિન ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. મેચમાં બ્રેક દરમિયાન અશ્વિને ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ ગૌતમ ગંભીર સાથે પણ વાત કરી હતી. આના થોડા સમય બાદ તેઓ પ્રેસ કૉન્ફરન્સમાં આવ્યો અને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
૩૮ વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બૉલર છે. તેના નામે કુલ ૫૩૭ ટેસ્ટ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેને ભારત માટે ૩૭ વખત એક ઇનિંગમાં સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી. વળી, તેણે સૌથી વધુ સંખ્યામાં પ્લેયર ઓફ ધ સીરીઝ એવોર્ડ્સ (૧૧ વખત) જીત્યા છે, જે મુરલીધરનની બરાબર છે. સ્પિનર ??તરીકે તેનો બૉલિંગ સ્ટ્રાઈક રેટ ૫૦.૭ (૨૦૦ વિકેટ) છે, જે સૌથી વધુ છે.
ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો બૉલિંગ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો હતો. તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર ૨૦૧૧માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે સતત ટેસ્ટ ટીમમાં રહ્યો છે. અશ્વિને ૧૦૬ ટેસ્ટ મેચમાં ૨૪.૦૦ની એવરેજથી ૫૩૭ વિકેટો લીધી છે. આ દરમિયાન અશ્વિને ૩૭ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં ૮ વખત ૧૦ વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૭/૫૯નું છે. જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૩/૧૪૦ રહ્યું છે.
અશ્વિને ૧૧૬ વનડે ઈન્ટરનેશનલ મેચોમાં ૩૩.૨૦ની એવરેજથી ૧૫૬ વિકેટ લીધી છે. ODI માં તેનું શ્રેષ્ઠ બૉલિંગ વિશ્લેષણ ૨૫ રનમાં ચાર વિકેટ હતી. બીજી તરફ, અશ્વિને ૬૫ T૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૩.૨૨ની સરેરાશથી ૭૨ વિકેટ લીધી હતી. T૨૦ ઇન્ટરનેશનલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આઠ રનમાં ચાર વિકેટનું રહ્યું છે.
જો આપણે બેટિંગ રેકોર્ડની વાત કરીએ તો, અશ્વિન ખાસ કરીને ટેસ્ટ મેચોમાં ઘણો સારો હતો. અશ્વિને ૧૫૧ ટેસ્ટ ઇનિંગ્સમાં ૨૫.૭૫ની એવરેજથી ૩૫૦૩ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૬ સદી અને ૧૪ અડધી સદી ફટકારી હતી. વન-ડે ઇન્ટરનેશનલમાં તેણે ૬૩ ઇનિંગ્સમાં ૭૦૭ રન બનાવ્યા છે. વળી, T૨૦ ઇન્ટરનેશનલમાં, અશ્વિન ૧૯ ઇનિંગ્સમાં માત્ર ૧૮૪ રન બનાવી શક્યો હતો.
અશ્વિન ટેસ્ટ ક્રિકેટનો રેકોર્ડ :
બૉલિંગ- ૧૦૬ ટેસ્ટ, ૫૩૭ વિકેટ, ૭/૫૯ ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બૉલિંગ, ૧૩/૧૪૦ મેચોમાં શ્રેષ્ઠ બૉલિંગ, ૨૪.૦૦ એવરેજ- ૧૦૬ ટેસ્ટ, ૧૫૧ ઇનિંગ્સ, ૩૫૦૩ રન, ૧૨૪ સૌથી વધુ, ૨૫.૭૫ એવરેજ.
અશ્વિનની ટેસ્ટ સદી –
૧૦૩ રન વિ વેસ્ટ ઈન્ડિઝ, મુંબઈ, ૨૦૧૧
૧૨૪ રન વિ વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા, ૨૦૧૩
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ૧૧૩ રન, નોર્થ સાઉન્ડ, ૨૦૧૬
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ૧૧૮ રન, સેન્ટ લુસિયા, ૨૦૧૬
૧૦૬ રન વિ ઈંગ્લેન્ડ, ચેન્નાઈ, ૨૦૨૧
૧૧૩ રન વિ બાંગ્લાદેશ, ચેન્નાઈ, ૨૦૨૪