Last Updated on by Sampurna Samachar
બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી દવાઓને નષ્ટ થઈ
રશિયાના રક્ષા મંત્રાલયે આરોપ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે, એક રશિયન મિસાઈલે યુક્રેનના કુસુમમાં એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના ગોદામ પર હુમલો કર્યો છે. તેને લઈને એક્સ પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે.
યુક્રેનના દૂતાવાસે આરોપ લગાવ્યો કે રશિયાએ જાણીજોઈને યુક્રેનમાં ભારતીય વ્યવસાયોને ટાર્ગેટ બનાવ્યો. યુક્રેનના દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, “એક રશિયન મિસાઈલે યુક્રેનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની કુસુમના ગોદામ પર હુમલો કર્યો છે. ભારત સાથે વિશેષ મિત્રતાનો દાવો કરતા, મોસ્કોએ જાણીજોઈને ભારતીય ઉદ્યોગોને ટાર્ગેટ બનાવ્યો. આ હુમલા સાથે રશિયાએ બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી દવાઓને નષ્ટ કરી નાખી.”
યુક્રેની નાગરિકો વિરુદ્ધ રશિયાનું આતંકી અભિયાન
બ્રિટેનના યુક્રેનમાં રાજદૂત માર્ટિન હૈરિસે પણ આરોપ લગાવ્યો છે કે રશિયાના હુમલાએ કીવમાં એક મુખ્ય ફાર્માના ગોદામને નષ્ટ કરી નાખ્યો. જોકે માર્ટિને કહ્યું કે, હુમલો રશિયાએ ડ્રોન દ્વારા કર્યો હતો. નહીં કે મિસાઈલ દ્વારા. તેમણે એવું નથી જણાવ્યું કે, ગોદામમાં કોઈ ભારતીય કંપની છે કે નહીં. માર્ટિને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, “ રશિયન ડ્રોને કીવમાં એક મુખ્ય ફાર્મા ગોદામને નષ્ટ કરી નાખ્યો. જેનાથી વૃદ્ધો અને બાળકો માટે જરૂરી દવાઓનો સ્ટોક બળી ગયો. યુક્રેની નાગરિકો વિરુદ્ધ રશિયાનું આતંકી અભિયાન ચાલુ છે.”
યુક્રેનમાં બ્રિટિશ રાજદૂતે એક ફોટો પોસ્ટ કરી, જેમાં એક બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. જે એક ગોદામ હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ એક ફાયર એન્જિન પણ દેખાઈ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, આજે પહેલા રશિયાના રક્ષા મંત્રાલયે આરોપ લગાવ્યો કે, યુક્રેને તાજેતરમાં રશિયાના ઊર્જા સ્ત્રોત પર પાંચ હુમલા કર્યા, જે બ્રોકર મોરાટોરિયમનું ઉલ્લંઘન છે.