Last Updated on by Sampurna Samachar
ઈન્ડિયન એરફોર્સના કાફલામાં પર્યાપ્ત ફાઈટર જેટ્સ નહીં
ભારતીય વાયુસેના હવે પોતાના બેડામાં દેશી રાફેલ વિમાન ઈચ્છે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ભારતીય વાયુસેનાની તાકાત જોઈ. ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના ચીની વિમાનોના હોશ ઉડાવી દીધા. જોકે, આંતરરાષ્ટ્રીય પડકારોને ધ્યાનમાં રાખતાં ભારતીય વાયુસેના પાસે હાલમાં પર્યાપ્ત ફાઇટર જેટ્સ નથી. આવી સ્થિતિમાં, વાયુસેનાએ સરકાર પાસેથી નવા રાફેલ વિમાનોની માંગણી કરી છે. ભારતીય વાયુસેના ઇચ્છે છે કે લાંબા સમયથી પડતર ૧૧૪ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ નવા રાફેલ વિમાનો ઉપલબ્ધ કરાવવામાં આવે.

ભારતીય વાયુસેનાનું કહેવું છે કે, ફ્રાન્સની સરકાર સાથે પડતર પ્રોજેક્ટ હેઠળ નવા ફાઈટર જેટની ખરીદી કરો અથવા ઉત્પાદન કરો, જેથી વાયુસેનાની તાકાતમાં વધારો થઈ શકે. આ પ્રોજેક્ટ હેઠળ મોટાભાગના વિમાન વિદેશી સહયોગ સાથે દેશમાં જ ઉત્પાદિત કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય વાયુસેના હવે પોતાના બેડામાં દેશી રાફેલ વિમાન ઈચ્છે છે.
વાયુસેનાના કાફલામાં ૩૬ રાફેલ વિમાનોનો સમાવેશ
આ પ્રોજેક્ટને આગળ વધારવાનો પ્રથમ તબક્કો એસેપ્ટન્સ ઓફ નેસેસિટી (ર્છદ્ગ) છે. અહેવાલો અનુસાર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડ્ઢછઝ્ર) એક કે બે મહિનામાં તેને મંજૂરી આપી શકે છે. વાયુસેનાનું કહેવું છે કે શક્ય તેટલી વહેલી તકે નવા ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ કાફલામાં કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ૭ થી ૧૦ મે દરમિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય વાયુસેનાએ રાફેલનો ઉપયોગ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કર્યો હતો.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતીય વાયુસેનાના ૬ ફાઇટર પ્લેનને તોડી પાડ્યા છે. જાેકે, ભારતે પાકિસ્તાનના આ પાયાવિહોણા દાવાઓને ફગાવી દીધા છે. તમને જણાવી દઈએ કે સ્ઇહ્લછ પ્રોજેક્ટ છેલ્લા સાતથી આઠ વર્ષથી પડતર છે. બીજી તરફ ભારતીય વાયુસેનામાં વિમાનોની અછત છે. MIG -૨૧ વિમાન આવતા મહિને નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, વાયુસેનામાં વિમાનોની સંખ્યામાં વધુ ઘટાડો થશે. ભારતીય વાયુસેનાએ ૫ર જનરેશનના વિમાનની પણ માંગ કરી છે.
ભારતીય વાયુસેનાનું કહેવું છે કે હવે ૫ર જનરેશનના ફાઇટર એરક્રાફ્ટની જરૂર છે. તેમાં રશિયાના સુખોઈ-૫૭ અને અમેરિકાના F-૩૫ વિમાનનો સમાવેશ થાય છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ચર્ચા શરૂ થઈ નથી. ભારતીય વાયુસેનાનું કહેવું છે કે જો રાફેલ ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ ડીલ મારફત ખરીદવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. ૨૦૧૬માં, ભારતે ૫૯૦૦૦ કરોડ રૂપિયાના રાફેલ વિમાન માટે સોદો કર્યો હતો. ત્યારબાદ વાયુસેનાના કાફલામાં ૩૬ રાફેલ વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.