Last Updated on by Sampurna Samachar
પ્લેનના બે પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ફાઈટર એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના શિવપુરીમાં ક્રેશ થવાના ખરાબ સમાચાર સામે આવ્યા હતા. આ દુર્ઘટનામાં ફાઈટર પ્લેનના બંને પાઈલટ ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ ફાઈટર પ્લેન ખરાબ રીતે સળગી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ફાઇટર પ્લેન શિવપુરીના કરૈરા તહસીલના સુનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે પ્લેન જ્યારે રૂટિન ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું ત્યારે ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ક્રેશ થયેલા મિરાજ ૨૦૦૦ એરક્રાફ્ટના પાયલોટ ઘાયલ થયા છે પરંતુ તેઓ સુરક્ષિત છે. આ ફાઈટર એરક્રાફ્ટ ટ્વીન સીટર હતું. પ્લેન ક્રેશની જાણકારી મળતા જ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક એક ટીમ ઘટનાસ્થળે મોકલી હતી. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્લેન ક્રેશ થયા બાદ તે સંપૂર્ણપણે બળી ગયું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન શિવપુરી જિલ્લાના બહેરેટા સાની ગામ પાસે એક ખેતરમાં ક્રેશ થયું હતું. વિમાન ખેતરમાં પડતાની સાથે જ આગ લાગી હતી. ધુમાડો દેખાતા જ ગામના લોકો સ્થળ તરફ દોડવા લાગ્યા હતા. થોડી જ વારમાં ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. ગામલોકોએ ક્રેશ થયેલા વિમાનના પાઇલોટની સંભાળ લીધી.