બિહારના બેતિયા ગામમાં બન્યો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના બેતિયામાં માનસા ટોલા ગુમતી નજીક ટ્રેનની અડફેટે ત્રણ કિશોરોના મૃત્યુ નિપજ્યાં હતા. આ દુર્ઘટના મુઝફ્ફરપુર-નરકટિયાગંજ પર બેતિયા અને મજોલિયા રેલવે સ્ટેશન વચ્ચે મનસા ટોલા ગુમતી નજીક સર્જાઈ હતી. રેલવે ટ્રેક પર બેસીને ત્રણ કિશોરો મોબાઈલ પર પબજી ગેમ રમી રહ્યા હતા.
પોલીસના જણાવ્યાનુસાર, મુઝફ્ફરપુર-નરકટિયાગંજ પર બેતિયા અને મજોલિયા રેલવે સ્ટેશનની વચ્ચે માનસા ટોલા ગુમતી પાસે ટ્રેનની અડફેટે ત્રણ સગીર મિત્રોના મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકોએ મૃતકના સંબંધીઓને જાણ કરી હતી, ત્યારબાદ પરિવારજનોએ તેમના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અહેવાલો અનુસાર, રેલવે ટ્રેક પર બેસીને ત્રણેય મિત્રો પોતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા અને ત્રણેયએ કાનમાં ઈયરફોન પહેર્યા હતા. દરમિયાન મુઝફ્ફરપુરથી નરકટિયાગંજ જતી મેમુ ટ્રેનની ટક્કરથી ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ બારી ટોલાના રહેવાસી તરીકે થઈ છે. ત્રણેય એક જ ગામના રહેવાસી હતા.