સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાતા ગ્રાહકો ખુશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોનામાં રોકાણ કરવું એ આપણા દેશના લોકોની પહેલી પસંદગી છે. ત્યારે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ૨૦ ડિસેમ્બરે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા ગ્રાહકો ખુશ છે. સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા સોનું ખરીદવાની ઉત્તમ તક ઉભી થઈ છે. ૨૪ કેરેટ સોનાનો ભાવ ૭૭,૧૦૦ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. દેશમાં એક કિલો ચાંદીની કિંમત રૂ. ૯૧,૫૦૦ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદીનો ભાવ રૂ.૯૨,૫૦૦ હતો. ચાંદીના ભાવમાં ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.
જો તમારા ઘરમાં લગ્ન છે તો આ એક રાહતના સમાચાર છે કારણ કે તમે બજેટમાં સોનાના દાગીના ખરીદી શકશો. ૨૦ ડિસેમ્બરે ૧૦ ગ્રામ સોનાની કિંમતમાં ૭૫૦ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ૨૪ કેરેટ સોનાનો ભાવ ૭૫૦ રૂપિયા અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૭૦૦ રૂપિયા સસ્તો થયો છે. દિલ્હી, યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં સોનાની કિંમતમાં ૭૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના તમામ શહેરોમાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૭,૦૦૦ રૂપિયાથી વધુ છે. જ્વેલરી ખરીદનારાઓ માટે ૨૨ કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત ૭૦ હજાર રૂપિયાથી વધુ છે. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનો છે.
લગ્નની સિઝનમાં પાછલા વર્ષોના ટ્રેન્ડ પર નજર કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળે છે. ર્નિમલા સીતારમણે ૨૩ જુલાઈના બજેટમાં સોના પરની ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ સોનામાં રૂ.૬,૦૦૦ સુધીનું સીધું કરેક્શન જોવા મળ્યું હતું. સોનું હાલમાં તેની ટોચની સપાટીથી ઘણું નીચે ટ્રેડ કરી રહ્યું છે. સોનાનો ભાવ રૂ.૮૨,૦૦૦ની નજીક પહોંચી ગયો હતો અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ.૧,૦૦,૦૦૦ને પાર કરી ગયો હતો. પરંતુ બજેટ બાદ તેમાં સુધારો જાેવા મળ્યો હતો. અત્યારે તે માત્ર રેન્જમાં જ ટ્રેડિંગ કરી રહ્યું છે.