બસ પલટી જતાં પાંચ લોકોના મોત તો ૨૫ થી વધુ લોકો ઘવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની છે . સવારે લગ્ન સમારોહમાંથી લોકોને લઈ જઈ રહેલી હાઈસ્પીડ બસ પલટી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માત સવારે ૯.૧૫ વાગ્યે માનગાંવ નજીક તામહિની ઘાટ પર થયો હતો. બસ પુણેના લોહેગાંવથી મહાડના બિરવાડી તરફ જઈ રહી હતી. ત્યારે એક વળાંક પર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી બસ પલટી મારી ગઈ હતી. બસે પલટી મારતા ૫ લોકોના મોત થયા છે. તેમજ આ દુર્ઘટનામાં ૨૭ ઘાયલ લોકોને માનગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.