અંતે પોલીસે પહોચી મામલો થાળે પાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં TMC અને ભાજપનાના બે મોટા નેતાઓ વચ્ચે રસ્તા પર જ બબાલ થઈ ગઈ હતી. અહીં બંને નેતાઓ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો, જોકે, બાદમાં પોલીસે આ મામલો શાંત પાડ્યો હતો. TMC ધારાસભ્ય બાબુલ સુપ્રિયો અને ભાજપ સાંસદ અભિજીત ગાંગુલી વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આ બબાલનો વીડિયો પણ સામે આવ્યો છે . આ દરમિયાન TMC ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મારી કાર રોકી દેવામાં આવી અને મને અપશબ્દો બોલવામાં આવ્યા. આ બબાલ વધી જતાં લોકોની ભીડ ઘટના સ્થળે ઉમટી પડી હતી.
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બાબુલ સુપ્રિયો અને ભારતીય જનતા પાર્ટીના તામલુકના સાંસદ અને પૂર્વ જસ્ટિસ અભિજીત ગાંગુલી વચ્ચે વિવાદનો મામલો સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યો છે કે, મારી કારને અપશબ્દો કહી ટાર્ગેટ કરવામાં આવી. જોકે, થોડી જ વારબાદ બીજા હુગલી બ્રિજ પર બંને પક્ષો વચ્ચે બબાલ થઈ હતી, જેનો પોલીસ દ્વારા ઉકેલ લવાયો હતો.
તમને જણાવી દઈએ કે બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળનો જાણીતો ચહેરો છે, જેઓ TMC ના ધારાસભ્ય છે. અભિજીત ગાંગુલી પણ પૂર્વ ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને પશ્ચિમ બંગાળની તામલુક લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. બંને વચ્ચેના વિવાદનો વીડિયો સામે આવ્યો છે. હાલ તો પોલીસે આ મામલો થાળે પાડ્યો છે. બંનેને લઈને પાર્ટી તરફથી કોઈ નિવેદન જારી કરવામાં નથી આવ્યું.