પુરુષોને પણ માસિક ધર્મ આવતા હોત તો સ્થિતિને સમજી સકેત
દેશમાં છ જેટલા સિવિલ મહિલા જજાેને હટાવાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા )
મહિલા જજોને સર્વિસમાંથી કાઢી મુકવાના મામલાની સુપ્રીમ કોર્ટે સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી, જે દરમિયાન એક મહિલા જજે અંગત શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા છતા પણ તેમને સર્વિસમાંથી હટાવવામાં આવ્યા તેની ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમના ન્યાયાધીશ બીવી નાગરત્નાએ ટકોર કરતા કહ્યું હતું કે જો કોઇ મહિલા શારીરિક અને માનસિક રીતે પીડિત હોય તો એમ ના કહી શકો કે તે કામમાં ધીમી છે, તેને ઘરે મોકલી દો. પુરુષ જજો અને ન્યાયિક અધિકારી માટે પણ આ જ માપદંડ રાખો, ત્યારે જોઇશું કે શું થાય છે. પુરુષોને પણ માસિક ધર્મ હોત તો મહિલાઓની સ્થિતિ સમજી શકેત.
દેશમાં છ જેટલા સિવિલ મહિલા જજોને સેવામાંથી હટાવવામાં આવ્યા હતા, જેની સુપ્રીમ કોર્ટે સુઓમોટો દ્વારા નોંધ લઇને સુનાવણી કરી હતી. સુપ્રીમના ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ન્યાયાધીશ એન કેટિશ્વરસિંહે મધ્ય પ્રદેશ હાઇકોર્ટ પાસેથી આ જજાેને હટાવવા માટેના ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવાયા તે અંગે સ્પષ્ટતા માંગી હતી. આ દરમિયાન ન્યાયાધીશ બી વી નાગરત્નાએ કહ્યું હતું કે આશા રાખુ કે જે ક્રાઇટેરિયા મહિલા જજાે માટે ધ્યાનમાં લેવાયા તે જ ક્રાઇટેરિયા પુરુષ જજોને પણ લાગુ પડતા હશે તેમ કહેવામાં મને જરા પણ સંકોચ નથી.
સુપ્રીમના ન્યાયાધીશ નાગરત્નાએ નોંધ્યું હતું કે એક સિવિલ મહિલા જજનો ગર્ભપાત થયો હતો, તેનો ભાઇ કેંસરથી પીડિત હતો. કોરોના મહામારી હતી, એવા સમયે આ મહિલા જજની કામગીરીની ચકાસણી માત્ર કેટલા કેસોનો નિકાલ કર્યો તેને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી. આ મહિલા જજે આ સમયગાળા દરમિયાન જે માનસિક અને શારીરિક પિડા સહન કરી હતી તેને ધ્યાનમાં ના લેવામાં આવી. જો પુરુષોને પણ પીરિયડ આવતા હોત તો તેમને મહિલાની સ્થિતિ સમજાય. મામલો રદ કરવામાં આવે છે ઘરે જાવ તેવુ કહેવુ બહુ જ સરળ છે. સુપ્રીમ સિવિલ જજ આદિતિ કુમાર શર્મા અને સરિતા ચૌધરીના મામલે વિચાર કરી રહી હતી.
જેમને વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન સેવામાં લેવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સુપ્રીમને સોંપેલા સિલબંધ કવરમાં કહ્યું હતું કે આ જજોને સેવામાંથી હટાવવાનો ર્નિણય પરત લઇ શકાય તેમ નથી. સિવિલ જજ આદિતિ શર્માનું જજ તરીકેનું પ્રદર્શન ૨૦૧૯-૨૦માં બહુ સારા અને સારા રેટિંગમાંથી ઘટાડીને સામાન્ય અને ખરાબ કરી દેવાયું હતું. વર્ષ ૨૦૨૨માં તેમની પાસે ૧૫૦૦ કેસો હતા અને ડિસ્પોઝલ રેટ ૨૦૦થી નીચે હતો. જજે હાઇકોર્ટને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં ગર્ભપાત થયો હતો, આ જ સમયગાળા દરમિયાન મારા ભાઇને કેંસર થયું હતું. જેની માનસિક અસર થઇ હતી. જાેકે હાઇકોર્ટે આ દલીલોને ધ્યાનમાં રાખ્યા વગર તેમને સેવામાંથી હટાવી દીધા હતા. હાલ સુપ્રીમે હાઇકોર્ટ અને સરકારના આ ર્નિણયને લઇને સુઓમોટો દ્વારા નોંધ લઇ સુનાવણી કરી હતી અને હાઇકોર્ટ પાસેથી મહિલા જજો સામે કાર્યવાહીના ક્રાઇટેરિયા માગ્યા હતા. હવે આ મામલે ૧૨મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી કરાશે.