“ધારા ૩૭૦ હટ્યા બાદ કાશ્મીરમાં આતંક ઘટ્યો”
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘ J & K AND LADAKH THROUGH THE AGES ’ પુસ્તકના વિમોચન પ્રંસંગે એક નિવેદન આપ્યું હતું કે, “કાશ્મીરનું નામ કશ્યપના નામથી બની શકે છે.” તેમણે કહ્યું કે, “શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રુટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે કાશ્મીરમાં જ ભારતની સંસ્કૃતિનો પાયો નંખાયો. સૂફી, બૌદ્ધ અને શૈવ મઠ સૌએ કાશ્મીરમાં ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો.”
તેમણે કહ્યું કે, “કાશ્મીરી, ડોગરી, બાલ્ટી અને ઝંસ્કારી ભાષાને શાસનની સ્વીકૃતિ આપવામાં આવી. તેના માટે પીએમ મોદીનો આભાર. પીએમનો આગ્રહ હતો કે યૂટી બન્યા બાદ કાશ્મીરની નાનામાં નાની સ્થાનિક ભાષાને જીવંત રાખવામાં આવે. આ દેખાડે છે કે PM કાશ્મીર વિશે કેટલું વિચારે છે.”
તેમણે કહ્યું કે, “કલમ ૩૭૦ અને ૩૫ એ દેશને એક થતાં રોકવામાં અડચણ હતી. સંવિધાન સભામાં આ ધારાઓને લઈને બહુમત નહોતો. એટલા માટે તેને ટેમ્પરરી તે સમયે બનાવી, પણ આઝાદી બાદ આ કલંકિત અધ્યાયને મોદી સરકારે હટાવ્યો અને વિકાસનો રસ્તો મોદી સરકારે ખોલ્યો.” તેમણે કહ્યું કે, “કલમ ૩૭૦એ જ કાશ્મીરમાં અલગાવવાદનાં બીજારોપણ યુવાનોમાં વાવ્યાં. ધારા ૩૭૦ એ ભારત અને કાશ્મીરમાં જોડાણને તોડ્યું એટલા માટે આતંકવાદ ઘાટીમાં ફેલાયો. ઘાટીમાં આતંકનો તાંડવ ફેલાયો. પણ ધારા ૩૭૦ હટ્યા બાદ કાશ્મીરમાં આતંક ઘટ્યો.”
તેમણે કહ્યું કે, “કાશ્મીરના ઇતિહાસને પુસ્તક દ્વારા સ્થાપિત કરવાની કોશિશ કરી. એક જગ્યા પર કાશ્મીર પર આ પુસ્તકમાં પ્રમાણ સાથે ઇતિહાસ બતાવ્યો છે. ભારત આખી દુનિયામાં એકમાત્ર એવો દેશ છે, જેની બાઉન્ડ્રી સાંસ્કૃતિક પરંપરાના આધાર પર છે, એટલા માટે કાશ્મીરથી કન્યાકુમારી ભારત એક છે. ભારતને સમજવાનો પ્રયાસ ત્યારે જ સાચો થઈ શકે છે, જ્યારે જિયો સંસ્કૃતિના કલ્ચરને સમજ્યા હોય.”
“આપણા દેશને તોડનારા તથ્યોને સમજવા પડશે. તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે. ઇતિહાસને વક્ર દ્રષ્ટિકોણથી અમુક લોકોએ જોયો. આ પુસ્તકથી એક વાત સાબિત થઈ ગઈ છે કે, ભારતના ખૂણા ખૂણામાં સંસ્કૃતિના અંશ તો પડેલા છે, તેમાંથી કેટલાય અંશો કાશ્મીરમાંથી આવ્યા છે.”