૮૫.૮ ટકા હિસ્સો ખરીદી કોન્ટ્રાક્ટ કરી દીધી સહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અમેરિકામાં લાગેલા કથિત આરોપોને કારણે વિવાદોમાં ઘેરાયા છે, પરંતુ આ દરમિયાન પણ તેમનું ધ્યાન તેમના બિઝનેસને વધારવા પર જ રહ્યું હતું. હવે વર્ષના છેલ્લા મહિનામાં અદાણી ગ્રુપ દ્વારા એક મોટી ડીલ કરવામાં આવી છે. આ અંતર્ગત અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડે એર વર્ક્સ ઈન્ડિયામાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે.
ગૌતમ અદાણીએ જે એર વર્ક્સ કંપની હસ્તગત કરી છે તે ભારતની અગ્રણી ખાનગી એરક્રાફ્ટ મેન્ટેનન્સ કંપની છે. આ એક્વિઝિશન અદાણી ગ્રુપની કંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે અને આ સાથે કંપનીની એન્ટ્રી એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને ઓવરહોલ ઉદ્યોગમાં અદાણીની એન્ટ્રી બની ગઈ છે.
અદાણી ગ્રૂપ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ સમગ્ર ડીલ ૪૦૦ કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. ૪૦૦ કરોડના આ સોદા દ્વારા અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડે એર વર્ક્સમાં ૮૫.૮ ટકા હિસ્સો ખરીદ્યો છે અને કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભમાં અદાણી જૂથ તરફથી નિવેદન જારી કરીને માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ADSTL એ દેશની સૌથી મોટી ખાનગી કંપની એર વર્ક્સમાં બહુમતી હિસ્સો મેળવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
એર વર્ક્સ ઈન્ડિયાની સ્થાપના વર્ષ ૧૯૫૧માં થઈ હતી અને તે દેશની અગ્રણી એરલાઈન્સને સેવાઓ પૂરી પાડે છે. તેના ગ્રાહક યાદીમાં ઈન્ડિગો અને વિસ્તારા જેવા નામો સામેલ છે. આ સિવાય લુફ્થાંસા, ટર્કિશ એરલાઈન્સ અને એતિહાદ જેવી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ પણ તેની સેવાઓ લે છે. આ સાથે એર વર્ક્સ ભારતીય નેવી અને એરફોર્સના એરક્રાફ્ટની પણ સંભાળ રાખે છે.
એક સમયે વિશ્વના ટોપ-૩ ધનિકોમાં સામેલ ગૌતમ અદાણીની શેરબજારમાં ૧૦ કંપનીઓ લિસ્ટેડ છે અને તેમનો બિઝનેસ ઘરના રસોડાથી લઈને એરપોર્ટ સુધી વિસ્તરેલો છે. જો આપણે એસેટ્સ વિશે વાત કરીએ, તો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર અદાણીની નેટ વર્થ ૭૫ બિલિયન ડોલર છે અને આ આંકડા સાથે, તે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ૧૯માં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમની સંપત્તિમાં ૨૪૯ મિલિયનનો વધારો થયો છે.