કેટલાક કર્મચારી કેટેગરીઝ માટે નિયમોમાં ઢીલ મૂકાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO )એ હાલમાં જ કેટલાક કર્મચારી કેટેગરીઝ માટે નિયમોમાં ઢીલ મૂકી છે. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ એક સર્ક્યુલરના અનુસાર, કેટલાક નિર્ધારિત કર્મચારી કેટેગરીઝને ફિઝિકલ ક્લેમ્સના સેટલમેન્ટ માટે તેના યૂનિવર્સલ એકાઉન્ટ નંબરની સાથે જોડવાની જરૂરત પડશે નહીં.
આ કેટેગરીમાં એવા ઈન્ટરનેશનલ વર્કર્સ, જેમણે ભારતમાં તેમના અસાઈનમેન્ટ્સ પૂરી કરી દીધા છે, પરંતુ આધાર પ્રાપ્ત કર્યુ નથી. તે ભારતીય વર્કર્સ, જે આધાર વગર સ્થાયી રૂપથી વિદેશ જતા રહ્યા છે અને વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે. નેપાલ અને ભૂટાનના નાગરિક, જે EPF અને MP અધિનિયમ હેઠળ સંસ્થાઓ માટે કામ કરે છે, પરંતુ આધાર વગર ભારતથી બહાર રહે છે.
આવા કિસ્સામાં, ક્લેમ્સને અલ્ટ્રાનેટિવ ડોક્યૂમેન્ટ્સનો ઉપયોગ કરીને સભ્યોની ઓળખ વેરિફાઈ કર્યા બાદ પ્રોસેસ કરવામાં આવશે. આ દસ્તાવેજોમાં ઈન્ટરનેશનલ વર્કર્સનો પાસપોર્ટ કે નેપાલી અને ભૂટાની કર્મચારીઓ માટે નાગરિકતા પ્રમાણપત્ર સામેલ હોઈ શકે છે. આ ઉપરાંત, અધિકારીઓને પાત્રતા સુનિશ્ચિત કરવા માટે પાન, બેંક એકાઉન્ટ અને અન્ય વિગતોની પુષ્ટિ કરવી પડશે.
EPFO આ મામલે પૂરી રીતે સાવધાની રાખવા પર ભાર મૂક્યો છે અને વેરિફિકેશન વિગતો નોંધાવવા અને ઈ-ઓફિસ ફાઈલ દ્વારા ઓફિસર ઈન ચાર્જથી અપ્રૂવલ લેવા માટે કહ્યું છે. ૫ લાખ રૂપિયાથી વધારે બેલેન્સ માટે, એમ્પ્લોયરોને સભ્યોની અધિકૃતતા ચકાસવા માટે કહેવામાં આવી શકે છે આ દરમિયાન સેટલમેન્ટ્સ NEFT દ્વારા પ્રોસેસ કરવામાં આવી શકે છે. સર્ક્યુલરમાં તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સભ્યો માટે UAN બનાવવો અનિવાર્ય રહેશે, પરંતુ આધાર લિંક કરવાની જરૂરિયાતને સમાપ્ત કરી દેવામાં આવી છે, કારણ કે વર્તમાન સમયમાં તે નિર્ધારિત આઈડી પ્રાપ્ત કરવામાં અસમર્થ છે.