આગામી દિવસોમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું મોટું વચન
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આગામી પાંચ વર્ષમાં દિલ્હીને પ્રદૂષણથી મુક્ત કરવાનું વચન આપ્યું છે. તેમણે રાષ્ટ્રીય રાજધાનીના પરિવહન નેટવર્કને વિકસિત કરવા અને આગામી દિવસોમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે ૧૨,૫૦૦ કરોડ રૂપિયાના રોકાણનું આયોજન કર્યું છે. દિલ્હીમાં નવેમ્બરથી જ પ્રદૂષણનું સ્તર ખૂબ ઊંચું છે અને વાયુ ગુણવત્તા સૂચકાંક ખૂબ ખરાબ શ્રેણીથી ઉપર છે. પ્રદૂષણને ઘટાડવા માટે અન્ય ઉપાયો સિવાય છેલ્લા બે મહિનામાં દિલ્હીમાં BS ૩ પેટ્રોલ અને BS ૪ ડીઝલ કારો પર બે વખત પ્રતિબંધ લગાવાયો.
દિલ્હીમાં એક વખત ફરી પ્રદૂષણનું સ્તર ખૂબ વધુ છે અને AQI ૩૫૦ પોઇન્ટની આસપાસ છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન પોતાના ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન સ્ટેજ ૩ હેઠળ પ્રતિબંધોને પાછા લાવી શકે છે. તેનો અર્થ હશે BS ૩ પેટ્રોલ અને BS ૪ ડીઝલ કારો પર વાહનો પર ફરીથી પ્રતિબંધ લાગી જશે. દિલ્હીમાં પ્રદૂષણના સૌથી મોટા કારણો પૈકીનું એક વાહનોથી નીકળનાર ઉત્સર્જન માનવામાં આવે છે.
કેન્દ્રીય માર્ગ પરિહવન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ દિલ્હીના પરિવહન નેટવર્કને શ્રેષ્ઠ બનાવવા અને શહેરમાં પ્રદૂષણ તથા ભીડને ઘટાડવા માટે ૧૨૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રીય રાજધાની માટે ૧૨૦૦ કરોડ રૂપિયાના વધુ CRIF ફંડની જાહેરાત કરી. ગડકરીએ જણાવ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય કયા-કયા પ્રોજેક્ટ શરુ કરશે. તેમણે કહ્યું, દિલ્હી વાયુ પ્રદૂષણ અને ટ્રાફિક જામથી ખૂબ પરેશાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માર્ગ નિર્માણ મંત્રાલયે દિલ્હીને પ્રદૂષણથી મુક્ત કરવા અને ભીડને ઘટાડવા માટે ઘણા પ્રોજેક્ટ શરુ કર્યાં છે અને તેને લાગુ કર્યા છે. નવી માર્ગ પરિયોજનાઓથી દિલ્હીમાં પ્રવેશ કરનાર વાહનોના દબાણને ઘટાડવામાં મદદ મળશે.
ગડકરીએ દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે સ્વચ્છ ઈંધણ પર પણ જોર આપ્યું. તેમણે કહ્યું, અમારી સરકાર ઈલેક્ટ્રિક બસ, કાર અને સ્કૂટર લઈને આવી કેમ કે દિલ્હીનું ૪૦ ટકા પ્રદૂષણ અશ્મિભૂત બળતણથી થાય છે. અમે CNG પણ લઈને આવ્યા અને અમે ૫ વર્ષમાં દિલ્હીને પ્રદૂષણથી મુક્ત કરી દઈશું.
કેન્દ્રએ IGI ઍરપૉર્ટની આસપાસ શહેરમાં ટ્રાફિકનો બોજ ઘટાડવા માટે દ્વારકા એક્સપ્રેસવેનું નિર્માણ પહેલેથી જ કરી દેવાયું છે. શહેરી વિસ્તાર માર્ગ પ્રોજેક્ટ હેઠળ, ગડકરીનું મંત્રાલય કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે કે વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે દ્વારા દિલ્હી-કટરા એક્સપ્રેસવેની સાથે કનેક્ટિવિટી આપનાર તબક્કા ૨ને પણ અંતિમ રૂપ આપી રહ્યું છે.
આ રોડ નેટવર્કનો હેતુ જમ્મુ-કાશ્મીર અને પંજાબથી વાહનોને સીધા ઍરપૉર્ટ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સુધી પહોંચવામાં મદદ કરવાનો છે. નવા રોડનું નેટવર્ક દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેને પણ સીધી કનેક્ટિવિટી આપશે. જેનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં ભીડ ઘટાડવામાં મદદ મળશે.
ગડકરીએ એ પણ કહ્યું કે મહિપાલપુર અને રંગપુરી વિસ્તારમાં દરરોજ થનાર ટ્રાફિક જામને ખતમ કરવા માટે ૫ કિલોમીટર લાંબી સુરંગ બનાવવાનું આયોજન છે. આ સુરંગનું નિર્માણ ૩,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી કરવામાં આવશે અને આ સુરંગ વસંત કુંજમાં શિવ મૂર્તિ અને નેલ્સન મંડેલા માર્ગને જોડશે.