કેનેડામાં અંદાજે ૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

Share this Article:

કેનેડામાં રહેતા ભારતીયોએ પરત ફરવું પડી શકે

૨૦૨૫ના અંત સુધીમાં કામચલાઉ પરમિટ સમાપ્ત થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકાર ઈમિગ્રન્ટ્‌સને લઈને કડક હોવાનું જણાય છે. કેનેડામાં લગભગ ૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ગયા સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે, ૨૦૨૫ના અંત સુધીમાં કેનેડામાં લગભગ ૫૦ લાખ કામચલાઉ પરમિટ સમાપ્ત થવા જઈ રહી છે. એવામાં કેનેડિયન ઇમિગ્રેશનને આશા છે કે મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ પરમિટ પૂરી થતા દેશ છોડી દેશે.

વર્ષ ૨૦૨૫માં ૫૦ લાખ ટેમ્પરરી પરમિટની મુદત પૂરી થઈ રહી છે, જેમાંથી ૭ લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. તાજેતરમાં ટ્રૂડો સરકારે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. વર્ષ ૨૦૨૪માં સ્ટુડન્ટ પરમિટમાં ૩૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ૨૦૨૫માં વધુ ૧૦ ટકાનો ઘટાડાનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી પરમિટ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ટેમ્પરરી વર્ક પરમિટ સામાન્ય રીતે ૯ મહિનાથી ૩ વર્ષ સુધી જારી કરવામાં આવે છે. તેમજ કેનેડામાં કાયમી વર્ક પરમિટ મેળવવા માટે ડિપ્લોમા કે ડિગ્રી કરેલા વિદેશી વિદ્યાર્થીઓને જરૂરી અનુભવ મેળવવા માટે આપવામાં આવે છે. આ પરમિટ અંગે મિલરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેથી, અમે આ અરજીઓની કડક તપાસ કરીશું અને બનાવટી અરજદારોને બાકાત રાખીશું.’

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે બધા અસ્થાયી પ્રવાસીઓને દેશ છોડવાની જરૂર નથી. તેના બદલે, કેટલાકને નવી પરમિટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર, મે ૨૦૨૩ સુધીમાં ૧૦ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી ૩,૯૬,૨૩૫ પાસે ૨૦૨૩ના અંત સુધી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી પરંતુ કેનેડા હવે આ પરમિટ આપવામાં ખૂબ જ કડક બની રહ્યું છે. આના કારણે કેનેડાએ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટમાં ૩૫%નો ઘટાડો કર્યો હતો. હવે ટ્રૂડો સરકાર ૨૦૨૫ માં તેને વધુ ૧૦% ઘટાડવાની યોજના ધરાવે છે. જાે કે ટ્રૂડોના આ ર્નિણયનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. રૂઢિચુસ્ત નેતા પિયર પોઈલીવરે જસ્ટિન ટ્રૂડોની નીતિઓની ટીકા કરતા કહ્યું છે કે તેનાથી અસ્થાયી રહેવાસીઓ માટે અનિશ્ચિતતા ઊભી થઈ છે અને તેનાથી દેશને નુકસાન થઇ રહ્યું છે. એ પણ કહ્યું કે વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં લગભગ ૫૦ લાખ અસ્થાયી રહેવાસીઓએ દેશ છોડવો પડી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.