Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું નિવેદન
ઈરાન ભારત માટે કાચા તેલના સૌથી મોટા સપ્લાયરમાંથી એક હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલને લઈને ફરી નિવેદન આપ્યું છે. આ વચ્ચે ટ્રમ્પે દાવો કર્યો કે ભારત હવે ઈરાન પાસેથી તેલ ખરીદવાની જગ્યાએ વેનેઝુએલા પાસેથી કાચુ તેલ ખરીદશે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાએ આ વિશે પહેલાની જેમ ડીલનો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે.

અમેરિકાએ ઈરાન પર ઘણા પ્રતિબંધ લગાવી રાખ્યા છે. તેના કારણે ભારત લાંબા સમયથી ઈરાનમાંથી મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું નથી. બીજીતરફ હકીકત તે પણ છે કે પ્રતિબંધ લાગતા પહેલા ઈરાન ભારત માટે કાચા તેલના સૌથી મોટા સપ્લાયરમાંથી એક હતો.
બંને દેશોએ સબંધોને મજબૂત બનાવવા સહમતિ વ્યક્ત કરી
ભારત અત્યાર સુધી પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો ઈરાનથી ખરીદતો હતો. તેની પાછળ ઘણા કારણો છે. કારણ કે ત્યાં તેલ સસ્તું અને ભારતની રિફાઇનરી સિસ્ટમને અનુકૂળ હતું. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે તેલ ખરીદીની આ વાત શનિવારે કહી છે. તેઓ વોશિંગટન ડીસીથી ફ્લોરિડા જવા સમયે એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા. ટ્રમ્પે કહ્યું કે ચીન પણ તેલને લઈને અમેરિકા સાથે ડીલ કરી શકે છે. ભારત પણ હવે ઈરાનની જગ્યાએ વેનેઝુએલાથી તેલ ખરીદશે.
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ હવે વેનેઝુએલાની સત્તા પોતાના હાથમાં લીધી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સહયોગી ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના નેતા તરીકે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. આવું એટલા માટે કારણ કે તે અમેરિકાની શરતો માનશે.
વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં ઉર્જા, વેપાર અને રોકાણ જેવા મુદ્દા પર દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ છે. આ અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલા તરફથી ભારતની સાથે પ્રથમ હાઈ લેવલ સંપર્ક હતો.
ફોન કોલ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે બંને દેશોએ ભવિષ્યમાં ભારત-વેનેઝુએલાના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર સહમતિ વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે પણ જણાવ્યું કે વ્યાપાર, ઉર્જા, ડિજિટલ ટેક્નોલોજી, સ્વાસ્થ્ય, કૃષિ અને લોકોના આસપી સંપર્ક જેવા ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાત થઈ છે.