Last Updated on by Sampurna Samachar
રાજનાથ સિંહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રક્ષામંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતની ડિફેન્સ સિસ્ટમને ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણી ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. રક્ષામંત્રીએ કહ્યું કે, જો સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ છમકલું કરવામાં આવશે તો તેનું ભૂગોળ બદલી નાખવામાં આવશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુજરાતના કચ્છમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો. ત્યારબાદ તેમણે ભારતીય સૈનિકોને સંબોધતા કહ્યું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને લેહથી લઈને સર ક્રીકના આ વિસ્તાર સુધી ભારતની ડિફેન્સ સિસ્ટમને ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જ્યારે ભારતીય સેનાઓએ પોતાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી અને વિશ્વને એ સંદેશ આપ્યો કે ભારતીય સેનાઓ જ્યારે ઈચ્છે, જ્યાં ઈચ્છે અને જે રીતે ઈચ્છે તે રીતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.”
કરાચીનો એક રસ્તો સર ક્રીકમાંથી થઈને જ પસાર થાય
તેમણે કહ્યું કે, “આઝાદીના ૭૮ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સર ક્રીક વિસ્તારમાં સીમાને લઈને વિવાદ ઉભો કરવામાં આવે છે. ભારતે અનેક વખત વાતચીત દ્વારા આનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનની નિયતમાં જ ખોટ છે, તેની નિયત સાફ નથી. તાજેતરમાં પાકિસ્તાનની સેનાએ સર ક્રીકની નજીક આવેલા વિસ્તારોમાં પોતાનું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે, જે તેની નિયત બતાવે છે.”
રાજનાથ સિંહે કહ્યું કે, “ભારતની સરહદનું રક્ષણ ભારતીય સેનાઓ અને BSF સાથે મળીને સતર્કતાપૂર્વક કરી રહ્યા છે. જો સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનું છમકલું કરવામાં આવશે તો તેનો એવો કડક જવાબ મળશે કે ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો સર ક્રીકમાંથી થઈને જ પસાર થાય છે.”
રાજનાથ સિંહે કહ્યુ, ભારતની સરહદોની રક્ષા ભારતીય સેનાઓ અને બીએસએફ મળી મજબૂતીથી કરી રહી છે. જાે સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ હિમાકત કરવામાં આવી તો તેનો એવો જવાબ આપવામાં આવશે કે ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. પાકિસ્તાને યાદ રાખવું જાેઈએ કે કરાચીનો એક રસ્તો ક્રીકથી થઈ પસાર થાય છે.
રક્ષામંત્રીએ વિજયાદશમીના પર્વ પર ગુજરાતના કચ્છમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે ભારતીય સૈનિકોને સંબોધિત કરતા કહ્યુ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને લેહથી લઈને સર ક્રીકના આ વિસ્તાર સુધી ભારતની ડિફેન્સ સિસ્ટમને ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જ્યારે ભારતીય સેનાએ પોતાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ઉજાગર કરી અને દુનિયાને તે સંદેશ આપ્યો કે ભારતની સેનાઓ જ્યારે ઈચ્છે, જ્યાં ઈચ્છે અને જે રીતે ઈચ્છે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમી પર ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતની ડિફેન્સ સિસ્ટમ ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, અમારી સેનાએ તેનો વળતો જવાબ આપ્યો.