Last Updated on by Sampurna Samachar
૨૦૩૦ ના અંત સુધીમાં સંપૂર્ણપણે ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક
સોફ્ટવેર અને ડિઝાઇન ભારત પૂરતી મર્યાદિત રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત પહેલી વખત પોતાનું જનરલ-પરપઝ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે. ભારત માટે આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પડકાર અને તક છે. એડ્વાન્સ સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં આર્ત્મનિભર બનવા માટે ભારત પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં આ માટે તૈયારી કરવામાં આવી રહી છે, અને શરૂઆતમાં માત્ર ૨૯ યુનિટ તૈયાર કરવામાં આવશે. આ પ્રોટોટાઇપ હશે, જેનાથી આગળના પગલાં નક્કી કરવામાં આવશે.

ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ માટે કોર આર્કિટેક્ટચર ભારત (BHARAT) દ્વારા વિકાસ કરવામાં આવશે. આ ડિઝાઇનને હાલ પૂરતું કામ ચલાઉ નામ ‘૧xk’ આપવામાં આવ્યું છે. આ ચિપ બનાવવા માટે અન્ય કોમ્પોનેન્ટ્સ પણ જરૂરી છે, જેમાં USB , મેમરી કન્ટ્રોલર્સ અને પેરિફેરલ બ્લોક્સનો સમાવેશ થાય છે. તે માટે ભારત અન્ય કંપનીઓ સાથે સહકાર સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે.
ટૂંક સમયમાં પ્રોટોટાઇપ બનાવવામાં આવશે
આ ચીપને વિકસાવવા માટે ભારત NVIDIA , AMD અને INTEL સાથે ચર્ચા કરી રહ્યું છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટની બ્લોક ડિઝાઇન એનક્રિપ્ટેડ હશે, જેની ક્રિપ્ટોગ્રાફિક કી માત્ર ભારત પાસે જ રહેશે. પ્રોડક્શન દરમિયાન, આ કીનો ઉપયોગ ફક્ત નિર્ધારિત કંપનીઓ જ કરી શકશે, જેથી સોફ્ટવેર અને ડિઝાઇન ભારત પૂરતી મર્યાદિત રહેશે.
ભારતમાં અગાઉ જે પણ ચીપ બનાવવામાં આવતી હતી, તેના ઘણા ભાગો અન્ય દેશોમાં બનાવવામાં આવતા. પરિણામે, કોમર્શિયલી, ભારત અન્ય દેશો પર ર્નિભર રહેતું. પરંતુ હવે, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતનું મિશન દેશને સ્વાભિમાની બનાવવાનો છે. આ માટે જે પણ જરૂરી કોમ્પોનેન્ટ્સ હોય, તે ભારતમાં જ બનાવવા માટે પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
હાલમાં સરકાર આ ચીપ પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેના પ્રોટોટાઇપ બનાવવામાં આવશે. આ પ્રોટોટાઇપના પરિણામો અને સુધારાના સ્તર પર પ્રોડક્શનનો ભવિષ્ય નિર્માણ થશે. જો તે સફળ થશે, તો અન્ય કંપનીઓને પ્રોડક્શન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ૨૦૩૦ ના અંત સુધીમાં, ભારત સંપૂર્ણપણે તેની ચીપ અને તેના તમામ કોમ્પોનેન્ટ્સ દેશમાં જ ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.