Last Updated on by Sampurna Samachar
આ મિસાઇલથી ખાસ પાકિસ્તાન અને ચીનને નિશાને લેવાશે
ભારતીય વાયુસેના માટે મિસાઇલનુ નિર્માણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પડોશી દેશોના શાસકોના મનની મુરાદને જોતા, હિન્દુસ્તાન સતત તેની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. જેના ભાગરૂપે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ અગ્નિ-૫ મિસાઈલનું નવું બિન-પરમાણુ સંસ્કરણ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
આ મિસાઈલ ખાસ કરીને ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવી રહી છે. જેથી દુશ્મનના કિલ્લા જેવા મજબૂત ઠેકાણાઓને પણ સરળતાથી નષ્ટ કરી શકાય. આ મિસાઈલ પાકિસ્તાન અને ચીન માટે એક મુશ્કેલ પડકાર બની શકે છે. નવી મિસાઈલ એક પ્રકારના બંકર બસ્ટર બોમ્બ હશે જે ૧૦૦ મીટર અંદર ઘૂસીને વિસ્ફોટ કરશે.
આ મિસાઈલ હવામાં વિસ્ફોટ કરી શકશે
મીડિયા અહેવાલો અનુસાર, અગ્નિ-૫ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું બિન-પરમાણુ સંસ્કરણ વિકસાવવામાં આવી રહ્યું છે. નવી અગ્નિ-૫ મિસાઈલમાં લગભગ ૭.૫ થી ૮ ટન વજનનું ભારે વોરહેડ હશે. તેનો ઉપયોગ બે રીતે થઈ શકે છે. પ્રથમ, એરબર્સ્ટ, એટલે કે, આ મિસાઈલ હવામાં વિસ્ફોટ કરી શકશે અને વિશાળ વિસ્તારને તેના વિસ્ફોટમાં આવરી લેશે. અને રનવે, એરબેઝ અને રડાર સિસ્ટમનો નાશ કરશે.
બંકર બસ્ટર વોરહેડ જે જમીનમાં ૮૦ થી ૧૦૦ મીટર અંદર ઘૂસી જશે અને દુશ્મનના ભૂગર્ભ કમાન્ડ સેન્ટર અથવા પરમાણુ શસ્ત્રો સંગ્રહિત સ્થળોએ વિસ્ફોટ અને નાશ કરશે. આ મિસાઈલની રેન્જ ૨૫૦૦ કિમી છે. આ પ્રકાર ખાસ કરીને ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યો છે.
અત્યાર સુધી ભારતીય વાયુસેના પાસે કોઈ મોટું બોમ્બર વિમાન નથી. જે આટલો ભારે બોમ્બ વહન કરીને ધાર્યા નિશાન ઉપર ફેંકી શકે, જ્યારે અમેરિકા જેવા દેશો પાસે મ્-૨ બોમ્બર અને ય્મ્ેં-૫૭ જેવા બોમ્બ છે. આવી સ્થિતિમાં, અગ્નિ-૫ નું આ નવું સ્વરૂપ ભારત પાસે જે નથી તે પૂર્ણ કરી નાખશે. તેની રેન્જ ૨,૫૦૦ કિમી રાખવામાં આવશે જેથી તે ભારે હથિયાર સાથે પણ દુશ્મનના પ્રદેશ સુધી સરળતાથી પહોંચી શકે અને દુશ્મનની મિસાઇલ સંરક્ષણ પ્રણાલીથી બચી શકે.
આ મિસાઇલનો ઉપયોગ ખાસ કરીને ચીન અને પાકિસ્તાનના મજબૂત કિલ્લા સમાન ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરમાં, ભારતે પહેલાથી જ બતાવી દીધું હતું કે પાકિસ્તાનના એરબેઝને કેવી રીતે નષ્ટ કરી શકાય છે. હવે અગ્નિ-૫ સાથે આ કાર્ય વધુ સરળ બનશે. તેને રસ્તા પર ગમે ત્યાં લઈ જઈને ઝડપથી લોન્ચ કરી શકાય છે. અગ્નિ-૫ મિસાઇલ ભારતને દૂરથી મોટા દુશ્મન ઠેકાણાઓને નષ્ટ કરવાની નવી શક્તિ આપશે.