Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન દુનિયાનો ચોથો સૌથી ખરાબ રેન્કિંગવાળો દેશ
શ્રીલંકા અને ઈરાનને ૯૧ નંબરે સ્થાન મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયાભરના દેશોના પાસપોર્ટનું નવું રેન્કિંગ સામે આવ્યું છે. જે મુજબ, ભારતનો પાસપોર્ટ દુનિયામાં ૭૭ માં નંબરે છે. વળી, પહેલાં નંબરે એશિયાનો દેશ સિંગાપુર અને બીજા નંબરે જાપાન તેમજ સાઉથ કોરિયા છે.આમાં ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાન દુનિયાનો ચોથો સૌથી ખરાબ રેન્કિંગવાળો દેશ છે. તેનો પાસપોર્ટ ૯૬માં નંબરે મૂકવામાં આવ્યો છે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ ૧ થી ૯૯ સુધીની રેન્કિંગમાં દુનિયાના તમામ દેશને મૂકવામાં આવ્યા છે. પાકિસ્તાન સાથે સોમાલિયા અને યમનને પણ આ જ સ્થાન મળ્યું છે. સૌથી છેલ્લે એટલે કે, ૯૯માં નંબરે અફઘાનિસ્તાન છે અને ૯૮ નંબરે સીરિયા તેમજ ૯૭ નંબર ઇરાકને સ્થાન મળ્યું છે.
દેશ અમેરિકાને ૧૦ મું સ્થાન મળ્યું
ત્રીજા નંબરે યુરોપના અનેક દેશ છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટલી અને સ્પેન સામેલ છે. આ દેશોમાં ફરવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે. ચોથા નંબરે સ્વિડન, નેધરલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપના ૭ દેશ સામેલ છે.
ભારતના એક અન્ય પાડોશી દેશ બાંગ્લાદેશનો પાસપોર્ટ રેન્ક ૯૪ નંબરે છે. પેલેસ્ટાઇનને પણ આ જ રેન્કિંગ મળી છે. આ સિવાય સૂડાનને ૯૨ અને ઉત્તર કોરિયાને ૯૩મો નંબર મળ્યો છે. શ્રીલંકા અને ઈરાનને ૯૧ નંબરે સ્થાન મળ્યું છે.
વળી, વિશ્વના સૌથી શક્તિશાળી કહેવાતા દેશ અમેરિકાને ૧૦ મું સ્થાન મળ્યું છે અને ઈઝરાયલને ૧૮માં નંબરે મૂકવામાં આવ્યું છે. ચીની પાસપોર્ટને રેન્કિંગમાં ૬૦ માં નંબરે મૂકવામાં આવ્યો છે. રશિયાને આ યાદીમાં ૪૬મું સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે, ભારતની રેન્કિંગમાં આ વર્ષે ૮ સ્થાનનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે ભારતીય પાસપોર્ટને ૮૫મું સ્થાનમળ્યું હતું અને આ વખતે ભારત ૭૭માં સ્થાન પર છે.
પોસપોર્ટ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આ દસ્તાવેજના માધ્યમથી લોકો બીજા દેશોની યાત્રા કરી શકે છે. સામાન્ય રૂપે આવા દેશોની રેન્કિંગ કમજોર હોય છે, જે હિંસા પ્રભાવિત છે અથવા આતંકવાદ ગ્રસ્ત છે. જેમ કે, અફઘાનિસ્તાન, સોમાલિયા, પાકિસ્તાન, સીરિયા, સૂડાન અને ઈરાક વગેરે.